Abhayam News
Abhayam

ગણતંત્ર દિવસ પર આ દેશના રાષ્ટ્રપતિ બનશે મુખ્ય અતિથિ

The President of this country will be the chief guest on Republic Day

ગણતંત્ર દિવસ પર આ દેશના રાષ્ટ્રપતિ બનશે મુખ્ય અતિથિ Republic Day: 2024ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હશે. તેમણે પીએમ મોદીનું આમંત્રણ સ્વીકારી લીધું છે. આ અગાઉ કેન્દ્ર સરકારે યુએસ પ્રમુખ જો બાઈડેનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું,

Republic Day: 2024ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હશે. તેમણે પીએમ મોદીનું આમંત્રણ સ્વીકારી લીધું છે. આ અગાઉ કેન્દ્ર સરકારે યુએસ પ્રમુખ જો બાઈડેનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે જાન્યુઆરીમાં દિલ્હી આવવાની અસમર્થતા વ્યક્ત કરી હતી.

ગણતંત્ર દિવસ પર આ દેશના રાષ્ટ્રપતિ બનશે મુખ્ય અતિથિ

મેક્રોન ગણતંત્ર દિવસ પર ભારતની મુલાકાત લેનારા છઠ્ઠા ફ્રાન્સના નેતા હશે. તેમના પહેલા 1976માં ફ્રાન્સના વડા પ્રધાન જેક્સ શિરાક, 1980માં રાષ્ટ્રપતિ વેલેરી ગિસ્કાર્ડ ડી’એસ્ટિંગ, 1998માં રાષ્ટ્રપતિ જેક્સ શિરાક, 2008માં રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી, 2016માં રાષ્ટ્રપતિ ફ્રાન્કોઈસ ઓલાંદ પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા.

માહિતી અનુસાર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભવન દ્વારા કહેવામાં આવ્યું છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 26 જાન્યુઆરીએ ભારતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

પીએમ મોદીએ આ વર્ષે જુલાઈમાં ફ્રાન્સની મુલાકાત લીધી હતી અને પેરિસમાં બેસ્ટિલ ડે (ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ)ની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને 2024ના ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે ભારત આવવા આમંત્રણ આપ્યું. બેસ્ટિલ ડે 14 જુલાઈ, 1789 ના રોજ બેસ્ટિલ, લશ્કરી કિલ્લો અને જેલના પતનનું પ્રતિક છે, જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેના પર હુમલો કર્યો અને તેના કેદીઓને મુક્ત કર્યા. ફ્રેન્ચ ક્રાંતિ પણ અહીંથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી ભારતના ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથિ હતા. દર વર્ષે, ભારત તેના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા વિદેશી રાજકારણીઓને આમંત્રણ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ પકડાયું…

Abhayam

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ

Vivek Radadiya

સુરતનું આ યુવક મંડળ સતત 32 વર્ષથી રક્તદાન કરીને 125મો કેમ્પ યોજ્યો…

Abhayam