જૈન દેરાસરમાંથી દાનપેટી ચોરનાર દાનવીર ચોરની પોલીસે કરી ધરપકડ અમદાવાદમાં નવરંગપુરા પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી છે જે ચોરી કરીને દાનવીર બન્યો છે. આ ચોર જૈન દેરાસરમાં ચોરી કરતો. ત્યારૂબાદ ચોરીના પૈસા ફુટપાથ પર સૂતેલા ગરીબોને વહેંચતો અને બાકીના પૈસાનો જુગાર રમી નાખતો હતો. આ ચોર સાયકલ લઈને ચોરી કરવા જતો
અમદાવાદમાં જૈન દેરાસરમાં ચોરી કરીને દાનવીર બનેલા ચોરની પોલીસે ધરપકડ કરી છે. સાયકલ પર ચોરી કરવા આવતો આ ચોર ભગવાનની દાનપેટીઓ ચોરી તેના અડધા પૈસા ગરીબોની વચ્ચે વહેંચી દેતો અને અડધા પૈસામાંથી જુગાર રમી મોજશોખ પુરા કરતો હતો.
નવરંગપુરાના જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક દેરાસરમાંથી કરી ચોરી
પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી દિપક ઉર્ફે ભુર્યા પરમારની પોલીસે ધરપકડ કરી છે. આ ચોર પોલીસથી બચવા સાઇકલ પર ચોરી કરવા નીકળતો હતો. આ પ્રકારે તે અનેક ચોરીઓને અંજામ આપી ચુક્યો છે. તાજેતરમાં નવરંગપુરામાં જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ નામના દેરાસરમાં દાન પેટીમાંથી રોકડની ચોરી કરી હતી.
આ ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા જેમા આરોપી જોઈ શકાતો હતો. આરોપી દેરાસરના મુખ્ય દરવાજાનું લોક તોડીને અંદર પ્રવેશ કરતો જોવા મળ્યો હતો. ત્યાં રાખવામાં આવેલી દાન પેટીને તોડી હતી અને દાનના રૂ 80 હજારની ચોરીને અંજામ આપી સાઇકલ લઈને ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના CCTV ફુટેજના આધારે પોલીસે આરોપી દિપક પરમારની સાઇકલ સાથે ધરપકડ કરી.
દોઢ મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો આરોપી
પકડાયેલ આરોપી દિપક ઉર્ફે ભુર્યા પરમારની તપાસમાં સામે આવ્યું કે આરોપી ચોરીની ટેવ ધરાવે છે. દોઢ માસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો અને જુદા જુદા વિસ્તારમાં ચોરી કરવા રેકી કરતો હતો. આ આરોપી ભગવાનના મંદિરને ટાર્ગેટ કરતો. પરંતુ ભગવાનની દાન પેટીને લૂંટીને આ ચોર દાનવીર બન્યો હોય તેમ ફૂટપાથ પર સુતેલા શ્રમિકોને ચોરીના પૈસા વહેંચયા હતા.
જેમાં ચોરીના થોડા પૈસા જુગાર રમવામાં હારી ગયો હોવાનું સામે આવ્યું. હાલમાં પોલીસે આરોપી પાસેથી રોકડા 18 હજાર કબ્જે કર્યા છે. સાથે તપાસ કરતા સામે આવ્યું કે પોલીસ થી બચવા આરોપી 4થી 5 કલાક ઉસમાનપુરા રિવરફ્રન્ટ નજીક છુપાયો હતો અને સવારે સાઇકલ પર ફરાર થઇ ગયો હતો.
દેરાસરમાં ચોરી કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર
નવરંગપુરા પોલીસે દેરાસરમાં ચોરી કેસમાં આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે. આરોપી વિરુદ્ધ 9 જેટલા ચોરીના ગુના નોંધાઇ ચુક્યા છે. જેમાં મોટા પ્રમાણમાં સાઇકલ લઈને ચોરી કરવા જતો હોવાનું ખુલ્યું છે અને આ સાઇકલ પણ ચોરીની હોવાની પોલીસને આશંકા છે. જેથી સાઇકલ ચોરી અને અન્ય ગુનાને લઈને પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે