વિશ્વની સૌથી મોંઘી દવા! Worlds Most Expensive Medicine: વિશ્વની સૌથી મોંઘી દવા, હેમજેનિક્સ યુનિક્યોર દ્વારા બનાવવામાં આવી છે. આ દવાને હિમોફિલિયા બી રોગ માટે રામબાણ તરીકે જણાવવામાં આવી છે. જાણો આ દવા ક્યા અને કેવી રીતે મળશે
તમે વિશ્વની સૌથી મોંઘી કાર, બાઇક, ઘર કે હોટેલ વગેરે વિશે જાણતા હશો. પરંતુ, શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી દવા કઈ છે? જણાવી દઈએ કે, વિશ્વની સૌથી મોંઘી દવાના એક ડોઝની કિંમત હજારો-લાખ નહીં પણ કરોડો રૂપિયા છે. આ દવાનું નામ હેમજેનિક્સ છે. આ દવા ‘હિમોફીલિયા બી’ નામના દુર્લભ રોગની સારવાર માટે રામબાણ છે. Hemgenixના એક ડોઝની કિંમત 35 લાખ ડોલર એટલે કે 29,13,73,250 રૂપિયા (29 કરોડથી વધુ) છે. વિશ્વની આ સૌથી મોંઘી દવા અમેરિકન કંપની યુનિક્યોર દ્વારા બનાવવામાં આવી છે અને તેના વિતરણ અધિકાર CSL બેહરિંગ પાસે છે. હેમજેનિક્સ એક જીન થેરાપી છે અને કંપનીનો દાવો છે કે, તેને માત્ર એક જ વાર લેવાથી હિમોફીલિયા બી મટાડી શકાય છે.
વિશ્વની સૌથી મોંઘી દવા!
ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લિનિકલ એન્ડ ઇકોનોમિક રિવ્યૂ હેમજેનિક્સને સૌથી મોંઘી દવા ગણે છે. આ સ્વતંત્ર સંસ્થા દવાઓ અને અન્ય તબીબી ઉત્પાદનોની કિંમતનું મૂલ્યાંકન કરે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, માર્કેટમાં ઉપલબ્ધ અન્ય સિંગલ-ડોઝ જીન થેરાપી દવાઓ, જેમ કે ઝિન્ટેગ્લો (2.8 મિલિયન ડોલર) અને ઝોલજેન્ઝમા (2.1 મિલિયન ડોલર) ની સરખામણીમાં હેમજેનિક્સ ખૂબ જ મોંઘી છે. Zynteglo નો ઉપયોગ બીટા થેલેસેમિયાની સારવાર માટે થાય છે, જ્યારે Zolgansma કરોડરજ્જુના સ્નાયુબદ્ધ કૃશતાથી પીડાતા દર્દીઓને આપવામાં આવે છે.
તે આટલી મોંઘી કેમ છે?
જીન થેરાપી માટે અસરકારક દવાઓની કિંમતો હંમેશા ખૂબ ઊંચી રહી છે. હેમજેનિક્સને યુએસ એડમિનિસ્ટ્રેશન તરફથી મંજૂરી મળ્યા બાદ CSL બેહરિંગે ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે, તેની કિંમત તેના ક્લિનિકલ, સામાજિક, આર્થિક અને નવીન મૂલ્યને ધ્યાનમાં રાખીને રાખવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, તે સિંગલ ડોઝ થેરાપી હોવાથી આ દવાની કિંમત હિમોફીલિયા બીની સારવારમાં પહેલાથી ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શન કરતા ઓછી હશે. ફોર્બ્સ મેગેઝિનના એક અહેવાલ મુજબ, વર્ષ 2020માં CSL બેહરિંગે તેના પ્રારંભિક ડેવલપર યુનિક્યોરને આ થેરાપીના લાઇસન્સ અને માર્કેટિંગ માટે 450 મિલિયન ડોલર આપ્યા હતા.
હિમોફીલિયા બીની જૂની પદ્ધતિઓથી સારવારમાં દર્દીને તેના સમગ્ર જીવનમાં લગભગ બે કરોડ ડોલરનો ખર્ચ થાય છે. જ્યારે હેમજેનિક્સનો ખર્ચ માત્ર 35 લાખ ડોલર છે. આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ દવા સસ્તી છે. કંપનીએ 2026 સુધીમાં આ દવાના વેચાણથી 1.2 બિલિયન ડોલરની કમાણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. CSL બેહરિંગે આગામી સાત વર્ષ માટે યુએસ માર્કેટમાં આ દવાનું વિતરણ કરવાનો અધિકાર મેળવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે