આ તારીખે ઓપન થશે Tata Technologies નો IPO લગભગ બે દાયકા બાદ ટાટા ગ્રુપની કોઈ કંપનીનો IPO ઓપન થવા જઈ રહ્યો છે. Tata Technologies IPO 22 નવેમ્બર 2023 ના રોજ રિટેલ રોકાણકારો માટે ઓપન થશે. Tata Technologiesનો IPO 24 નવેમ્બર 2023 સુધી રોકાણકારો માટે ઓપન રહેશે.
Tata Technologiesનો IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ પર આધારિત હશે. કંપનીના પ્રમોટર્સ આઈપીઓ મારફતે તેમનો હિસ્સો ઘટાડવા જઈ રહ્યા છે. આ IPO દ્વારા ટાટા ટેક્નોલોજીસના કુલ 6.08 કરોડ શેર વેચવામાં આવશે. અગાઉ ટાટા ટેક્નોલોજીએ IPO દ્વારા 9.57 કરોડ રૂપિયાનું વેચાણ કરવાનો નિર્ણય લીધો હતો. આ IPOમાં ટાટા મોટર્સ 4.62 કરોડ શેરનું વેચાણ કરશે, આલ્ફા TC 97.1 લાખ શેર અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 48 લાખ શેર વેચશે.
આ તારીખે ઓપન થશે Tata Technologies નો IPO
જેએમ ફાઇનાન્શિયલ, સિટી ગ્રુપ, ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા, Bofa સિક્યોરિટીઝ ઇન્ડિયાને IPO માટે લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપનીએ રજિસ્ટ્રાર તરીકે લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની નિમણૂક કરી છે. દરમિયાન, ટાટા ટેક્નોલોજીના શેરમાં ગ્રે માર્કેટમાં તેજી છે. ટાટા ટેક્નોલોજીસના શેર ગ્રે માર્કેટમાં 275 રૂપિયાના પ્રીમિયમ પર છે.
ખાસ વાત એ છે કે ટાટા ટેક્નોલોજીના આઈપીઓમાં 10 ટકા સુધીના ઈક્વિટી શેર ટાટા મોટર્સ લિમિટેડના શેરધારકો માટે રિઝર્વ રાખી શકે છે. આવી સ્થિતિમાં, જેની પાસે ટાટા મોટર્સના શેર છે તેઓ સરળતાથી IPOમાં શેર મેળવી શકે છે. આ સિવાય આ IPOમાં અમુક હિસ્સો કંપનીના કર્મચારીઓ માટે રિઝર્વ રાખી શકે છે. Addendum પેપર મુજબ, પોસ્ટ ઑફર ઇક્વિટી શેરના 0.50 ટકા સુધી કર્મચારીઓ માટે અનામત રાખી શકાય છે.
ટાટા ટેક્નોલોજીસને IPO માટે 28 જૂને સેબી તરફથી મંજૂરી મળી હતી. ફેસ વેલ્યુ પ્રતિ શેર 2 રૂપિયા રાખવામાં આવી છે. ટાટા ટેકમાં ટાટા મોટર્સની 74.69 ટકા ભાગીદારી છે. આ સિવાય આલ્ફા ટીસી હોલ્ડિંગ્સની 7.26 ટકા ભાગીદારી છે અને બાકીના શેરમાં ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 1 3.63 ટકા ભાગીદારી ધરાવે છે. માહિતી અનુસાર, આ IPOમાં રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ 35 ટકા અનામત હશે. બિન-સંસ્થાકીય રોકાણકારો માટે લઘુત્તમ 15 ટકા અનામત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……