Abhayam News
AbhayamPolitics

કોર્ટે AAP નેતાની જામીન અરજી ફગાવી

The court rejected the AAP leader's bail plea

કોર્ટે AAP નેતાની જામીન અરજી ફગાવી દિલ્હી દારુ કૌભાંડ મામલામાં આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સંજય સિંહને કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યૂ કોર્ટે તેમને જામીન આપવાથી ઈનકાર કરી દીધો છે. મનીષ સિસોદિયા બાદ હવે સંજય સિંહને પણ જામીન નહીં મળે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે સંજય સિંહની ધરપકડ અને ED રિમાનંડને પડકારતી અરજી ફગાવી દીધી હતી. ત્યારે સંજય સિંહે આ મામલાને રાજકારણ સાથે જોડ્યું હતું.

EDએ કરી હતી દલીલ
સંજય સિંહે પોતાની સામે કોઈ મની ટ્રેલ ન હોવાનો દાવો કર્યો હતો. પણ EDએ કહ્યું હતું કે મની લોન્ડેરિંગનો સ્પષ્ટ મામલો બને છે. એટલું જ નહીં ED એ સંજય સિંહને કથિત દારુ કૌભાંડનો મુખ્ય માસ્ટરમાઈન્ડ પણ જણાવ્યો હતો. તપાસ એજન્સીએ કહ્યું હતું કે સંજય સિંહ લાંચ લેતા હતાં. ઈડીએ વધુ એક દલીલ કરતાં કહ્યું હતું કે પોતાના રાજકીય પહોંચનાં કારણે સંજય સિંહ ઈડીનાં ઓફીસરો અને દસ્તાવેજો સુધી સરળતાથી પહોંચી શકશે. જો તેમને જામીન મળી જાય છે તો તે તપાસને પ્રભાવિત કરી શકે છે. 

4 ઑક્ટોબરનાં થઈ હતી ધરપકડ
મની લોન્ડેરિંગ કેસમાં ઈડીએ સંજય સિંહની 4 ઑક્ટોબરનાં ધરપકડ કરી હતી. ઈડીએ દલીલ કરી હતી કે સંજય સિંહ ગુનામાં થયેલા લાભમાં ભાગેદાર છે. ષડયંત્ર રચવામાં અને તેને અંજામ આપનારાઓમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. આ તમામનાં પૂરાવાઓ અમારી પાસે છે. તો સામે પક્ષે સંજય સિંહે કહ્યું કે આ બધા આરોપો મનગણત છે કારણકે ન તો તેની પાસેથી કોઈ રકમ મળી આવી છે અને ન તો ઈડી ધનની લેણદેણીની કોઈ કડીઓ જોડી શકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

હાર્દિક પટેલે મુખ્યમંત્રી રૂપાણીને લેટર લખી આ સવાલો કર્યા અને આ માંગણી કરી..

Abhayam

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન 

Vivek Radadiya

સંકટની આ સ્થિતિ સામે પહોંચી વળવા માટે ભારતીય વાયુ સેના પણ મદદે આવી ઑક્સીજન ટેન્કરોને એરલિફ્ટ કરવાના શરૂ કરી દીઘા…

Abhayam