Abhayam News
AbhayamGujarat

કેન્દ્ર સરકારે બનાવી રેલ્વે માટેની મેગા યોજના

The central government has made a mega plan for railways

કેન્દ્ર સરકારે બનાવી રેલ્વે માટેની મેગા યોજના ફેસ્ટિવલ સીઝનમાં ટ્રેનોમાં જબરદસ્ત ભીડ જોવા મળતી હોય છે. ખાસ કરીને દિવાળી જેવા મોટાદિવસોમાં લોકો પોતાના ઘરે જાય છે અથવા તો પરિવાર સાથે ફરવા જતાં હોય છે. તેવામાં ટ્રેનમાં કંફર્મ ટિકિટ નથી મળતી હોતી. આ કારણે અનેક લોકોએ કાઉંટર પર વેઈટિંગ ટિકિટ લઈને ટ્રેનમાં ઊભા-ઊભા ટ્રાવેલ કરવું પડે છે. ભારતીય રેલ્વે વિભાગ હવે આ સમસ્યાને દૂર કરવા જઈ રહ્યું છે. રેલ્વેનાં સૂત્રો અનુસાર હવે ચાર વર્ષની અંદર તમામ યાત્રીકોને કંફર્મ ટિકિટ આપવામાં આવશે.  હવે મોદી સરકાર રેલ્વે માટે એક નવી યોજના લઈને આવી રહી છે જેમાં સરકાર રેલ્વે પર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

1 લાખ કરોડ રૂપિયાની નવી ટ્રેન
રેલ્વે યોજના અનુસાર હવે 1 લાખ કરોડ રૂપિયાનાં ખર્ચે ભારત સરકાર નવી ટ્રેનો લોન્ચ કરશે. મીડિસા સાથેની વાતચીત દરમિયાન કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વેટિંગ લિસ્ટની માથાકૂટ દૂર કરવા  માટે ભારતીય રેલ્વે એક મેગા પ્લાન પર કામ કરી રહી છે. આ યોજના પર આશરે 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. આ યોજનાનો ઉદેશ્ય તમામ જૂની ટ્રેનોને રિપ્લેસ કરવાનો અને 7-8 હજાર નવી ટ્રેનો શરૂ કરવાનો છે. આવનારા કેટલાક વર્ષોમાં જૂની ટ્રેનોને નવી ટ્રેનોથી રિપ્લેસ કરી દેવામાં આવશે જેથી યાત્રીઓને ટિકિટની કોઈ માથાકૂટ નહીં રહે.

કેન્દ્ર સરકારે બનાવી રેલ્વે માટેની મેગા યોજના

નવી ટ્રેનોની સગવડ
ભારતીય રેલ્વે વધુ 7-8000 નવી ટ્રેન શરૂ કરવાનાં લક્ષ્યમાં છે.હાલમાં દેશમાં 10748 ટ્રેન ચાલી રહી છે જેને વધારીને 13000 -17000 ટ્રેન શરૂ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. રેલ્વે દરવર્ષે ટ્રેકને વધારી રહી છે. અત્યારે 4થી 5 હજાર કિલોમીટરનાં નવા ટ્રેક બનાવવામાં આવ્યાં છે. 

ટ્રાવેલ ટાઈમ ઘટાડવા પર પણ કામ ચાલી રહ્યું છે
રેલ્વેનાં સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર હાલમાં વાર્ષિક 700 કરોડ યાત્રીકો ટ્રેનમાં યાત્રા કરે છે. આ સંખ્યાં 2030 સુધી1000 કરોડ સુધી વધી શકે છે. સૂત્રો અનુસાર ટ્રાવેલ ટાઈમ ઓછું કરવા પર પણ કામ ચાલી રહ્યું છે. આ સાથે જ ટ્રેક વધારવા, સ્પીડ વધારવી અને એક્સીલરેશન-ડેસિલરેશન વધારવા પણ કામ કરવામાં આવી શકે છે જેથી ટ્રેનનાં સ્ટોપ થવામાં અને સ્પીડ પકડવામાં પહેલાની સરખામણીએ ઓછો સમય લે.

પુશ-પુલ ટેકનીકથી મદદ મળી શકે છે
રેલ્વેની એક સ્ટડી અનુસાર દિલ્હીથી કોલકત્તા જવામાં 2 કલાક 20 મિનીટનો સમય બચી શકે છે જો એક્સીલરેશન અને ડેસિલરેશનને વધારવામાં આવે. પુશ-પુલ ટેકનીકથી એક્સીલરેશન અને ડેસિલરેશન વધારવાથી ટ્રેનને 2 ગણી વધુ મદદ મળશે અને સમયની ઘણી બચત થઈ શકશે. રેલ્વેનાં સૂત્રો અનુસાર હાલમાં આશરે વાર્ષિક 225 ટ્રેન LHB કોચવાળી બનાવવામાં આવી રહી છે જેમાં પુશ-પુલ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે સુરતનો વેપારી મકાઇ- પોલિએસ્ટર યાર્નમાંથી બનાવશે ટોપી અને ધજા

Vivek Radadiya

બજેટમાં વિક્રમી 50 હજાર કરોડનો વધારો થવાની ધારણા

Vivek Radadiya

ધો.11મા એડમિશનને લઈ સરકારે જાહેર કર્યો પરિપત્ર…

Abhayam