સુરતના યુવાનોમાં ટેટૂનો ગજબ ક્રેઝ અયોધ્યા ખાતે બનેલ રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતવાસીઓમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યુવાનો રામના નામનું ટેટૂં છુંદાવી રહ્યા છે. સુરતમાં ટેટૂ આટિસ્ટે અયોધ્યા ઉત્સવને લઈ પોસ્ટ કરી હતી. ટેટૂ આર્ટિસ્ટે રામ નામનું ટેટું ફ્રી માં કરી આપવાની જાહેરાત કરી છે. રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાને ખાસ બનાવવા મોટી સંખ્યામાં યુવાનોએ ટેટૂ છુંદાવ્યા છે.
સુરતના યુવાનોમાં ટેટૂનો ગજબ ક્રેઝ
સોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈ લોકો અમે ટેટૂ બનાવવા આવ્યા
આ બાબતે ટેટુ બનાવવા આવેલ વ્યક્તિએ જણાવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ દેખીને હું આવ્યો છું. ત્યારે ઘણા વર્ષો બાદ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ ભગવાનનું મંદિર બનવા જઈ રહ્યું છે. જેથી અમે લોકો ખૂબ ઉત્સાહી છીએ. ત્યારે ધ્વનીલભાઈએ પોસ્ટ કરી હતી કે જે રામજીનું નામ લખાવશે. તેને ફ્રી માં લખી આપવામાં આવશે. એટલે અમે અહીંયા ટેટુ બનાવવા આવ્યા છીએ.
રામનામનું ટેટૂ ફ્રી માં કરવાનો નિર્ણય કર્યો
આ બાબતે ટેટૂ બનાવનારે જણાવ્યું હતું કે, અયોધ્યા ખાતે જે 22 તારીખે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈ લોકો પોત પોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે હું ટેટુ આટીસ્ટ છું જેથી મે નિર્ણય કર્યો કે હું પણ રામ નામનું ટેટૂ ફ્રી માં કરવાનો નિર્ણય કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે