Abhayam News
AbhayamNews

તાલીબાને ભારત સાથે તોડ્યા વ્યાપારિક સબંધ , આયાત-નિકાસ પર લગાવી દીધો પ્રતિબંધ.

  • તાલિબાનોએ ભારત તરફની તમામ કાર્ગો મૂવમેન્ટ રોકી
  • અફઘાનિસ્તાનથી ભારતમાં 85 ટકા ડ્રાયફ્રૂટ આયાત થાય છે

અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી તાલિબાને અસલી રૂપ બતાવવાનું શરુ કર્યું છે. તાલિબાનોએ સત્તા સંભાળતાં જ ભારત સાથે વ્યાપારિક વ્યવહાર બંધ કરી સંબંધો તોડી નાખ્યા છે અને ભારત સાથેની આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તાલિબાને જયારે સત્તા સંભાળી ત્યારે એવી વાતો કરી હતી કે, અફઘાનિસ્તાનમાં જેમ બધું ચાલતું હતું, તે રીતે જ ચાલશે. આ ધરતી પરથી અમે દુશ્મનાવટ નહીં કરીએ.

આ વાતને ત્રણ દિવસ થયા ત્યાં તાલિબાનોએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો અને કહ્યું, અફઘાનિસ્તાનમાં શરીયા કાયદો રહેશે અને તાલિબાને અગાઉ જેમ શાસન કર્યું હતું, તે રીતે જ શાસન કરશે. આ વાતને અમુક કલાકો થયા ત્યાં તાલિબાનોએ ભારત સાથે વ્યાપારિક વ્યવહારો બંધ કરવાની ઘોષણા કરી અને નિમ્ન માનસિકતા છત્તી કરી છે.

તાલિબાને હવે ભારત સાથેની આયાત-નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલે ભારત શું વલણ અપનાવે છે, તે જોવાનું રહ્યું.અશરફ ગની સરકારના કાર્યકાળમાં ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો ઘણાં સારા થઈ ગયા હતા. નવી દિલ્હીમાં અફઘાનમાં ઘણી વિકાસ પરિયોજનાને આકાર આપ્યો હતો. પરંતુ હવે પહેલાં જેવા સંબંધો રહેવાની શક્યતા ખૂબ ઓછી છે.

ડૉ. અજય સહાયે કહ્યું છે કે, વેપારના મામલે ભારત અફઘાનિસ્તાનનું સૌથી મોટું રાજ્ય છે. વર્ષ 2021માં જ આપણી નિકાસ 835 મીલિયન ડોલર હતી, જ્યારે આયાત 510 મીલિયન ડોલર હતી. આયાત-નિકાસ સિવાય ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 400 યોજનાઓમાં 3 બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે.

ભારત માટે અફઘાનિસ્તાન સૂકા મેવાનો એક મોટો સ્ત્રોત છે. ગૃહયુદ્ધ દરમિયાન પણ અફઘાનિસ્તાનમાં સૂકો મેવો, બદામ અને શેતૂરનું બમ્પર ઉત્પાદન થયું. સૂકા મેવાની સાથે જ અફઘાનિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં સફેદ શેતૂરની આયાત કરવામાં આવે છે. સૂકા મેવામાં કિસમિસ, અખરોટ, બદામ, અંજીર, પિસ્તાં અને જરદાળુ સામેલ છે. આ રીતે જ દાડમ, સફરજન, ચેરી, તરબૂચ, હિંગ,ખજૂર અને કેસર પણ ભારતને મોકલે છે. જોકે હવે તાલિબાનના શાસનને પગલે અફઘાનિસ્તાનનો સૂકો મેવો, શેતૂર અને બદામ સહિતની વસ્તુઓની આપૂર્તિ પ્રભાવિત થશે એવી શક્યતા વધુ છે. જાણકારોના મતે તાલિબાનના સમયમાં સંબંધો પહેલાં જેવા નહીં જોવા મળે, એટલે કે આ દિવાળીએ લોકોને અફઘાની સૂકા મેવા અને બદામની ઊણપનો સામનો કરવો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીની તબિયત લથડી

Vivek Radadiya

ગુજરાતના દરિયાકિનારે આ દિવસે ત્રાટકશે વાવાઝોડું વાંચો સંપૂર્ણ ખબર..

Abhayam

ચક્રવાત ‘મિચોંગ’એ મચાવી  તબાહી 

Vivek Radadiya