Abhayam News
AbhayamNews

સુરત:-RTOની પ્રક્રિયા વિના લાયસન્સ ઇસ્યુ કરવાના કૌભાંડમાં ત્રણ એજન્ટોને બે દિવસના રિમાન્ડ…

સુરતના પાલ આરટીઓની સિસ્ટમ હેક કરીને કોઈપણ જાતની પ્રક્રિયા વિના અરજદારની હાજરી વિના જ દશ જેટલા પાકા લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડમાં સાયબર ક્રાઈમે ઝડપેલા ત્રણ એજન્ટોને આજે ધરપકડ કરી રિમાન્ડ માટે રજુ કરતાં કોર્ટે ત્રણેય આરોપી એજન્ટને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

આરટીઓમાં પાકા લાયસન્સ મેળવવા આરટીઓની જરૃરી પ્રક્રિયા વિના ટેસ્ટ આપ્યા વગર જ  આરટીઓની સિસ્ટમમાં ચેડા કરવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતુ

.આ કેસમાં એઆરટીઓ નિલેશ મેવાડા( રે.નક્ષત્ર સોલીએટર,અડાજણ)ત્રણ આરટીઓ એજન્ટ સાહિલ શાહનવાઝ વઢવાણીયા (રે.એલ.બી.પાર્ક સોસાયટી,ઘોડદોડ રોડ)ઈન્દ્રસિંહ ખુમાનસિંહ ડોડીયા (રે.સમૃધ્ધિ બિલ્ડીંગ,સીટીલાઈટ રોડ)જશ મેહુલ પંચાલ (રે.રાજહંસ એપલ,કેનાલ રોડ,પાલનપુર ગામ)ની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સુરત પાલ સ્થિત આરટીઓમાં ડ્રાઈવીંગ ટેસ્ટ આપ્યા વિના બારોબાર લાયસન્સ નીકળતા હોવા સંદર્ભે ગાંધીનગર સ્થિત વાહનવ્યવહાર કમિશ્નર કચેરીને મળેલી નનામી અરજીને આધારે તપાસ હાથ ધરાતા ફરિયાદી ઈન્ચાર્જ આરટીઓ ઓફિસર હાર્દિક પટેલે આરટીઓની સિસ્ટમ હેક કરનાર અજાણ્યા ઈસમો સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

અલબત્ત નિલેશ મેવાડાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તેમે કોરાન્ટાઈન કરીને અન્ય ત્રણ એજન્ટ સાહિલ વઢવાણીયા,ઈન્દ્રસિંહ ડોડીયા તથા જશ પંચાલને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.

જેની સુનાવણી દરમિયાન તપાસ અધિકારી પીઆઈ તરૃણ ચૌધરીએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં આરોપી સાહિલે છ,ઈન્દ્રજીત ડોડીયા એ ચાર અને જશ  પંચાલે એક લાયસન્સ બનાવ્યું છે.જે લાયસન્સ દીઠ આરોપીઓએ અરજદાર પાસેથી રૃ.6 થી 8 હજાર લીધા હોઈ ગુનાના કામે કબજે કરવાના છે.

આ કૌભાંડમાં અન્ય આરટીઓના અધિકારીઓ,કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ હાથ ધરવાની છે.એજન્ટ તથા એઆરટીઓએ અન્ય કેટલા લાયસન્સ ઈશ્યુ કરાવ્યા છે તેની વિગતો મેળવવાની છે.જેને કોર્ટે માન્ય રાખી ત્રણેય આરોપી એજન્ટને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

દીપડાએ હુમલો કરતા 11 વર્ષીય બાળકીનું મોત

Vivek Radadiya

સુરત:-યોગીચોક વિસ્તારમાં વ્રજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યાલયનો થયો શુભારંભ..

Abhayam

ગુજરાતનો સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો આજથી થયો પ્રારંભ

Vivek Radadiya

13 comments

Comments are closed.