શુક્રવારે ગૌમાંસ ભરીને લઇ જતો એક ટેમ્પો સુરતમાં પલટી ગયો અને ભાજપના મીડિયા કન્વીનર વિનોદ જૈનને આ બાબતની ખબર પડી. જૈનનું કહેવું છે કે તે સ્થળ પર ગયા તો પોલીસે તેમને માર માર્યો. આ પછી તેમણે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે સર, આપના રાજમાં અમે સુરક્ષિત નથી તો બીજા કેટલા હશે. વિનોદ જૈને પત્રમાં બીજું શું લખ્યું છે તે વાંચો……
આજે સુરતના સરદાર બ્રિજ અઠવાગેટના છેડા ઉપર વહેલી સવારે એક ગૌમાંસ ભરેલો ટેમ્પો પલટી ખાઇ ગયો હતો જેની મને જાણ થતાં હું તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વીડિયોગ્રાફી ફોટોગ્રાફી સ્ટાર્ટ કરી હતી. પરંતુ, ત્યાં સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓએ મને અટકાવવાની કોશિશ કરી હતી મારી સાથે ઝપાઝપી કરી હતી, અને મને માર માર્યો હતો.
મારો મોબાઇલ પણ જમા લઈ લીધો હતો. પરંતુ, મારા જર્નાલિઝમના અનુભવના આધારે પોલીસ મારો મોબાઈલ જપ્ત કરે એના પહેલા જ મેં ફેસબુક ઉપર આ ઘટના સ્થળના વીડિયો વાયરલ કરી દીધા હતા. જપ્ત કરેલાં મારા મોબાઈલમાંથી વીડિયો ડિલીટ કરવા માટે પોલીસવાળાઓએ મારા પર ખૂબ દબાણ કર્યું હતું. ખોટાં કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી. પરંતુ, આ ખાકી વર્દીમાં રાચતા પોલીસ વાળા ભૂલી ગયા હતા કે એક સાચો પત્રકાર કોઈના બાપથી ડરતો નથી
મને પોલીસે માર માર્યો પરંતુ મારો આજનો ટાર્ગેટ આ ઘટના વધુમાં વધુ લોકો સુધી અને મારા મીડિયાના મિત્રો સુધી પહુચાડવાની હતી જેથી FSL રિપોર્ટ બદલાઈ ન જાય અને એમાં હું સફળ થયો. જો આ ઘટના વાયરલ ન થઈ હોત આખો મામલો રફેદફે કરી નાખવાનું આયોજન હોય તેવું લાગતું હતું. સામાન્ય રીતે એક ટેમ્પો પલટી ખાઈ તેમાં ઘટના સ્થળે સ્થાનિક પોલીસ જતી હોય છે પરંતુ આ ઘટનામાં DCP, ACP, 10 જેટલા PI ઉપરાંત ડી સ્ટાફ, HC, PC મળીને લગભગ 150 કરતાં વધુ પોલીસ વાળા ઘટના સ્થળે પહુચી ગયા હતાં. આટલી મોટી સંખ્યામાં પોલીસ ઘટના સ્થળે કોની મદદ માટે પહુચી હતી…? શું ગૌમાંસ સગેવગે કરવાનો પ્લાન હતો..? જો તેમ ન હોય તો મીડિયાને અટકાવવા પાછળનો પોલીસનો ઈરાદો કે બદ ઇરાદો શુ હતો..? પોલીસ કોને છાવરવા માંગતી હતી…? હું વીડિયોગ્રાફી ન કરું તે માટે આશરે 20 થી 25 પોલીસવાળા મને ઘેરી વળ્યાં હતા.
સાહેબ, સિંઘમ ફિલ્મનો એક ડાયલોગ છે કે જો આ પોલિસ ઈચ્છે છે ને તો મંદિરની બહારથી એક ચંપલ પણ ના ચોરાય તો સાહેબ અહીં તો ટેમ્પો ભરી ભરીને ગાયો કપાઇ રહી છે તો અમારે શુ સમજવું..? સાહેબ બીજી એક વાત કોરોના કાળમાં સુરતથી અમદાવાદ કે મુંબઈ જઈએ તો રસ્તામાં પોલીસ ઠેર ઠેર વાહનોનું ચેકીંગ કરે છે તો સાહેબ આ ગૌમાંસ ભરેલો ટેમ્પો આખું ગુજરાત ચીરીને સુરત સુધી કઇ રીતે પહુચી ગયું…? કેમ રસ્તામાં કોઈ પોલીસે આ ગૌમાંસ ભરેલાં ટેમ્પોને અટકાવ્યો નહીં…? સાહેબ, આ ટેમ્પો જે રૂટ ઉપરથી આવ્યો છે તે રૂટ ઉપર હાજર તમામ જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ આપની સરકાર કોઈ પગલાં ભરશે…?
મુખ્યમંત્રી રૂપાણી સાહેબ, હું આપણી પાર્ટીમાં મીડિયા કન્વીનર છું અને મીડિયા જગત સાથે જોડાયેલો છું. સર, આપનાં રાજમાં જો અમે સુરક્ષિત નથી તો પછી બીજા લોકો કેટલાં સુરક્ષિત હશે..? સાહેબ, સામાન્ય જનતાને તો હવે પોલીસથી ડર લાગે છે. સાહેબ, કસાઈયો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ગૌરક્ષકો સાથે દંડા વાળી થઈ રહી છે. મુખ્યમંત્રી રૂપાણી સાહેબ આજે મારે આપને કેટલાક સવાલો પૂછવા છે. સાહેબ, આપની સરકાર ગૌરક્ષક સરકાર છે. સંવેદનશીલ સરકાર છે. જીવદયાપ્રેમી સરકાર છે. આપએ ગૌ હત્યાનો કડક કાયદો પણ અમલમાં મુક્યો છે. પરંતુ સાહેબ, તેની અમલવારી આટલી ઢીલી કેમ…? સાહેબ, શું અધિકારીઓ સરકારને ગાંઠતા નથી…? શું અધિકારીઓની કસાઈઓ સાથે મિલીભગત છે…?
સાહેબ, અમે કલમ 370, શ્રીરામ મંદિર, ગૌરક્ષા માટે ભાજપામાં જોડાયા છે. વોટ આપ્યા છે અને અપાવ્યા છે. ભલું થજો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જેમણે કલમ 370 અને શ્રીરામ મંદિરનું વર્ષો જૂનું અમારું સપનું પૂર્ણ કર્યું, પરંતુ, સાહેબ આપણા ગુજરાતમાં હજી ગાયોની કત્લેઆમ બિન્દાસ્ત રીતે થઈ રહી છે તે ખૂબ જ દુઃખદ બાબત છે. સાહેબ આપ તો જૈન છો અને આપણાં જૈન ધર્મમાં તો અહિંસા જ સૌથી મોટો ધર્મ છે ત્યારે સાહેબ આપનાં રાજમાં આ જીવ હત્યા શા માટે..? રહી વાત મને માર મારનાર, ગાળો આપનાર, ધાક ધમકી આપનાર પોલીસવાળાની… તો આ બાબતે હું આવતીકાલે શહેર પોલીસ કમિશ્નર તોમર સાહેબને રૂબરૂ મળી રજુઆત કરીશ.. મને ન્યાય મળે કે ન મળે પરંતુ હું લડતાં રહેવાનું શીખ્યો છું હાર માનીને મેદાન છોડી દેવું મારાં ખૂનમાં નથી.
જય ગૌમાતા
વંદે માતરમ
(વિનોદ જૈનના ફેસબુક એકાઉન્ટ પરથી)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…