સુરત મહાનગર પાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓને મંજુર કરવામાં આવ્યા હતાં. જેમાં સૌથી અગત્યનો મુદ્દો હતો કે, સ્મીમેર હોસ્પિટલની અંદર શહેરમાં વાહન અકસ્માતમાં કોઇ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત બને તો તેને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.
ઇજાગ્રસ્ત 48 કલાકની અંદર હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે તો તેને તમામ સારવાર ફ્રીમાં કરી આપવામાં આવશે. સ્મીમેર હોસ્પિટલમાં જે સારવાર ઉપલબ્ધ હશે તે સારવાર દર્દીના આપવામાં આવશે.
દિલ્હીમાં કેજરીવાલ સરકારે પણ આ જ પ્રકારની યોજના ઘણા સમયથી અમલમાં મૂકી છે.
દિલ્હીમાં વાહન અકસ્માતમાં કોઇ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય તો તેને દિલ્હીની હોસ્પિટલની અંદર વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

આમ આદમી પાર્ટી આ મુદ્દાને વારંવાર પ્રજા સમક્ષ મીડિયાના માધ્યમથી મુકતા આવ્યા છે. આપ નેતાઓએ પણ આ બાબતે ખૂબ જ લાંબી ડિબેટ કરી હતી. દિલ્હી સરકારના મોડેલને અપનાવવું જોઈએ એવી તેઓ વાત કરતા હતા.
દિલ્હીની અંદર વાહન અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિને સારવાર માટે એક પણ રૂપિયો ખર્ચવો નથી પડતો. એ પ્રકારની વાત તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ સામે રજુ કરતા રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…