જીવલેણ કોરોના વાઈરસના દર્દીઓ માટે જીવન રક્ષક રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં ખુબજ વધારો હોવાને કારણે સર્જાયેલી ઈન્જેકશનની અછતનો કેટલાક લેભાગુ તત્વો ફાયદો ઉઠાવી કાળાબજારી કરતા હોવાની ઉઠેવી ફરિયાદો વચ્ચે શનિવારે રાત્રે પીસીબીએ ભાગળ ચાર રસ્તા પાસેથી ઈન્જેકશનના કાળાબજારી કરતા કતારગામના ડોકટર સહિત ચાર જણાને ઝડપી પાડી તેમની પાસેથી રેમડેસિવિર ઈન્જેકશનના ત્રણ બોક્ષ, રોકડ રકમ, મોબાઈલ અને એક બાઈક મળી કુલ રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે ઈન્જેકશન સપ્લાય કરનાર અમરોલીના ડોકટરને વોન્ટેડ બતાવ્યો છે.
એક ડોક્ટર વોન્ટેડ બતાવાયો
જૈનીશકુમારની પૂછપરછમાં તેના સાગરીત ભદ્રેશ બાબુ નાકરાણી (રહે,સમ્રાટ સોસાયટી પુણગામ), જૈમીશ ઠાકરશી જીકાદરા (રહે,યમુનાપાર્ક સોસાયટી ડભોલી) અને ડો. સાહિલ વિનુ ધોધારી (રહે, હરીહરી સોસાયટી બાળ આશ્રમ સ્કુલની પાછળ કતારગામ)ને ઝડપી પાડ્યા હતાં. પીસીબીએ આરોપીઓ પાસેથી રેમડેસિવિર ઈન્જેકશન બોક્ષ નંગ-3 જેની કિંમત રૂપિયા 2697, મોબાઈલ ફોન નંગ-4 જેની કિંમત રૂપિયા 63,500, રોકડા રૂપિયા 12,520 તથા મોટર સાયકલ મળી કુલ રૂપિયા 1,23,717 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીસીબીની પૂછપરછમાં આરોપીઓએ અમરોલી ન્યુ કોસાડ રોડ મુની ક્લીનીક ઍન્ડ નર્સીગ હોમના ડોકટર હિતેશ ડાભીએ ઈન્જેકશન સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો હતો.
બાતમીના આધારે ઝડપાયા
પીસીબીના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા હાલમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનમાં કોવિડ પોઝિટિવના કેસોમાં સતત વધારો થયો હોય છે અને અંતર્ગત કોરોના દર્દીઓ માટે જીવન રક્ષક એવા રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં પણ ખુબ જ વધારો થયો હોવાથી ઈન્જેકશનની અછત વર્તા છે જેનો કેટલાક ફાયદો ઉઠાવી ગેરકાયદેસર રીતે ઈન્જેકશનનો કાળાબજારી કરતા હોવાનુ બહાર આવતા આ દિશામાં કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત બાતમી મળી હતી કે, જૈનીશકુમાર પોપટ કાકડીયા તેના સાગરીતો સાથે ગેરકાયદે રીતે મેળવેલા ઈન્જેકશનનો ઉંચા ભાવે વેચાણ કરે છે. તે હાલમાં ભાગળ ચાર રસ્તા ઝપાટા શો રૂમ પાસે પોતાની બાઈક પર બેઠો છે જે બાતમીને પીઆઈ ઍસ.જે.ભાટિયાઍ વર્કઆઉટ કરી સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોચી ઍક્ષપોટીંગનો ધંધો કરતા જૈનીશકુમાર પોપટ કાકડીયા (ઉ.વ.૨૩,રહે,ગૌતમપાર્ક કારગીલ ચોક પીપલોદ)ને રેમડેસિવિર ઈન્જેકશન સાથે ઝડપી પાડ઼્યો હતો.
source – Divya Bhasker