Abhayam News
AbhayamNews

સુરત : VNSGU દ્વારા આ તમામ કોર્ષમાં ઓનલાઈન એડમિશન પ્રક્રિયા આ તારીખ પછી શરૂ થશે..

આ વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે આ વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન કેવી રીતે મળશે તેને લઈને પણ અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા. ત્યારે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આગામી 21 જૂન બાદ બીકોમ, બીએ, બીબીએ, બીસીએ અને બીએસસી સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સની પહેલા વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.

 VNSGU ના કુલપતિ ડો.કિશોરસિંહ એન.ચાવડાએ અગાઉ જણાવેલ કે, આ વખતે પ્રવેશ ફોર્મમાં ધો.12ની માર્કશીટ નંબર લખતાં જ માર્ક્સ અપલોડ થઈ જશે. બોર્ડ પાસેથી ધો.12નો ડેટા મેળવી યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન મુકવામાં આવશે.

મળતી માહિતી મુજબ, વાઇસ ચાન્સેલર ડો. કે. એન. ચાવડા અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરી સોમવારે પ્રવેશ પર માર્ગદર્શન આપશે. જેમાં કુલપતિ ઓનલાઇન ફોર્મ ભરવાની રીત તેમજ જરૂરી માહિતી વિદ્યાર્થીઓને આપશે.

ઓબીસી, એસસી, એસટીના દાખલાની પીડીએફ બનાવીને ઓનલાઇન જ અપલોડ કરવાની રહેશે. ઓનલાઇન પરીક્ષાનું ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી પણ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકશે. શિક્ષણ બોર્ડ માર્કશીટ જલદી નહીં આપશે તો યુનિવર્સિટી પ્રોવિઝનલ ફોર્મ ભરાવવાની તૈયારી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

T20 World Cup: ટીમ ઇન્ડિયાને  મોટું સંકટ, વર્લ્ડ કપમાંથી બહાર થયો રવિન્દ્ર જાડેજા!

Archita Kakadiya

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે સુરતનો વેપારી મકાઇ- પોલિએસ્ટર યાર્નમાંથી બનાવશે ટોપી અને ધજા

Vivek Radadiya

ચક્રવાત ‘મિચોંગ’એ મચાવી  તબાહી 

Vivek Radadiya