હાલમાં કોરોના મહામારીમાં સમગ્ર સુરતમાં ખુબ વ્યાપક અને ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. સુરતમાં હાલમાં કોરોનાની વધતી મહામારીના પગલે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સીજનની ખુબ મોટા પ્રમાણમાં માંગ ઉભી થઇ રહી છે.
સુરતમાં કોરોનાના દર્દીને હાલમાં સારવાર અર્થે ઉપયોગી એવા ઇન્જેક્શનમાં રેમડેસીવીર અને તોસીલાજુમેબ ની પણ ખુબ મોટી સંખ્યામાં માંગ ઉભી થઇ રહી છે. ખાનગી દવાખાનાઓમાં દર્દીઓ પાસે ખુબ ઉંચી કીમત વસુલવામાં આવી રહી છે તેવા સંજોગોમાં સરકારી સિવિલ અને સ્મીમેર માં લોકોએ ઇન્જેક્શન માટે ખુબ મોટી લાઈનો લગાવી હતી.
હાલમાં તમામ સંજોગો ધ્યાનમાં રાખી અને સુરત જીલ્લા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓ ને આ બધા ઇન્જેક્શન ખુબ સરળ રીતે મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી છે.