થોડા દિવસો પહેલાં સુરતમાંથી રેમ ડેસીવર ઇન્જેકશનના કાળા બજારી નો મામલો બહાર આવ્યો હતો. જેમાં એક્સપાયરી ડેટ વાળા remdesivir ઇન્જેક્શન ઉંચી કિંમતે વેચવામાં આવી રહ્યા હતા. જેનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો. સુરત પોલીસે તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી છે.આ કેસમાં 6 ઇન્જેક્શન 7200 માં વેચનાર આરોપી ભાજપનાં નેતા એવા પૂર્વ કોર્પોરેટરનો પુત્ર હોવાનું બહાર આવતાં એકવાર પુનઃ ભાજપની ઇમેજને મોટો ધક્કો લાગ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક્સપાયરી ડેટ ના ઇન્જેક્શન વેચવાના કૌભાંડમાં ઝડપાયેલો આરોપી દિવ્યેશ સંજયભાઈ પટેલ એ પૂર્વ ભાજપના કોર્પોરેટર સાધનાબેન પટેલનો પુત્ર છે. સાધનાબેન પટેલ 2005થી 2010 સુધી ભાજપના કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે.પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ દિવ્યેશે ફાર્માસિસ્ટ વિશાલ ઈન્દ્રકુમાર અવસ્થી (ઉંમર વર્ષ 26 રહે. શ્રીનાથ રેસીડેન્સી છાપરાભાઠા) પાસેથી એક્સપાયરી ડેટ વાળા ઇન્જેક્શન 5400 ના ભાવે ખરીદ્યા હતા
પોલીસ સૂત્રોની માહિતી મુજબ વિશાલ અવસ્થી સગરામપુરા સ્થિત કે પી સંઘવી મેડીકલ સ્ટોરનો ફાર્માસીસ્ટ છે આ ઉપરાંત અમરોલી સ્થિત જીવન જ્યોત ટ્રસ્ટના મેડિકલમાં પણ તે ફરજ બજાવે છે. કે પી સંઘવી મેડીકલ સ્ટોરના આઠ ઇન્જેક્શન નાશ કરવા માટે વિશાલ ને અપાયા હતા. ત્યારે વિશાલના દિવ્યેશ સાથે ધંધાકીય સંબંધ હોય વિશાલે આ ઇંજેક્શન દિવ્યેશને વેચી દીધા હતા.
69 comments
Comments are closed.