કોરોનાની મહામારીમાં આમ આદમી પાર્ટીના નગરસેવકોએ પોતાના વોર્ડ દીઠ શરૂ કર્યા છે આઇસોલેશન સેન્ટર.
નગરસેવકો પોતે કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં જોડાઈ રહ્યા છે
દીપ્તિ બેન સાકરીયા એ વીસ વર્ષ અગાઉ નર્સ કમ્પાઉન્ડર તરીકેની સેવાઓ બજાવી હતી.
દીપ્તિ બેન સાકરીયા વોર્ડ નંબર બે ના આમ આદમી પાર્ટીના છે નગરસેવક
કોરોનાની મહામારી માં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે જેમાં આમ આદમી પાર્ટી દ્વારા આશરે છ જેટલા મોટા આઇસોલેશન વોર્ડ શરૂ કરાયા છે જેમાં ઓક્સિજન તેમજ તબીબી સારવારની સુવિધા ઉપલબ્ધ કરાઈ રહી છે જોકે મોટાભાગના વોર્ડમાં નગરસેવકો પોતે કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં જોડાઈ રહ્યા છે ત્યારે કતારગામ વોર્ડ નંબર બે ના નગરસેવક દીપ્તિ બેન સાકરીયા હાલમાં સિંગણપોર કમ્યુનિટી વોર્ડમાં ચાલતા આઇસોલેશન વોર્ડમાં નર્સ કમ કમ્પાઉન્ડર ની ભૂમિકા અદા કરી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે દિપ્તીબેન સાકરીયા અગાઉ નર્સ ની ફરજ બજાવી ચૂક્યા છે. આશરે ૨૦ વર્ષ પહેલા તેમણે નર્સ તરીકેની સેવાઓ આપેલી છે જેનો અનુભવ આજે તેમને ખૂબ જ કામ આવી રહ્યો છે. કારણકે આઇસોલેશન વોર્ડમાં મેડિકલ સ્ટાફ ની અછત સર્જાતા દીપતિબેન સાકરીયા પોતે નર્સની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કોરોના ગ્રસ્ત દર્દીઓ ને પ્રેમ પૂર્વક સારવાર આપતા રહ્યાં છે.
આમ આમ આદમી પાર્ટીના એક મહિલા નગરસેવક પોતે જ નર્સ કમ કમ્પાઉન્ડરની ફરજ અદા કરી રહ્યા હોવાની ખબર પડતાં ત્યાં સારવાર મેળવી રહેલ દર્દીઓએ તેમની કામગીરીની ભારોભાર પ્રશંસા કરી હતી. જોકે આ અંગે દીપતિબેને મીડિયાને જણાવ્યું હતું કે, ” લોકો જ્યારે કોરોનાની મહામારી માં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા હોય ત્યારે એક નગરસેવક તરીકે અમે નિષ્ક્રિય રહીએ એ કેટલું યોગ્ય ગણાય ? આજે કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા યજ્ઞમાં જોડાવાનો મને મોકો મળ્યો છે એ મારા માટે ખૂબ આનંદની વાત છે.”