Abhayam News
AbhayamNews

ગુજરાત માં વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો યુનિવર્સિટી એક્ટનો કરશે વિરોધ…

રાજ્ય સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટી એકટ (Private University Act) દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી (Private University) માં સામેલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે ગ્રાન્ટેડ કોલેજમાં સરકારી ફીના ધોરણે અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ અધ્યાપક મંડળમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે રાજ્યની દરેક યુનિવર્સિટી (University) માં અધ્યાપકો કુલપતિને આવેદનપત્ર આપી એક્ટ સામે રોષ વ્યકત કરી રહ્યા છે.

સરકારના અનુદાન દ્વારા ચાલી અનેક ગ્રાન્ટેડ કોલેજો એ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે રાતોરાત આ ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી (Private University) માં સામેલ કરાવી દેવાનો નિર્ણય એ શિક્ષણ જગત માટે યોગ્ય ન હોવાનું અધ્યાપકો કહી રહ્યા છે.

ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ યુનિવર્સિટી એન્ડ કૉલેજ ટીચર્સ ઑર્ગેનાઇઝેશનના ઝોનલ સેક્રેટરી રાજેન્દ્ર જાદવએ જણાવ્યું હતું કે ખાનગી યુનિવર્સિટી (Private University) માં સરકારી ગ્રાન્ટથી ચાલતી ગ્રાન્ટેડ કોલેજો સમાવેશ થશે ત્યારે વિદ્યાર્થીની ફીનું ધોરણ કયું હશે? અધ્યાપકોની ભરતી કયા પ્રકારે થશે?

હાલમાં કાર્યરત અધ્યાપકોના તથા બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રમોશન અને પેન્શનના પ્રશ્નો કામના કલાકો અંગે સરકારની કોઇ સ્પષ્ટતા ન હોવાથી શિક્ષણ જગતમાં ખૂબ જ ચિંતાનો માહોલ છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) ની રૂબરૂ મુલાકાત વખતે અધ્યાપક મંડળ ને તેમણે જણાવ્યું હતું કે ખાનગી યુનિવર્સિટી એકટ પ્રમાણે જે ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી (Private University) માં સમાવેશ કરવામાં આવશે તે ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના અધ્યાપકોને કોઇ નુકસાન નહીં થાય પરંતુ ખાનગી યુનિવર્સિટી એકટમાં આની સ્પષ્ટતા કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વેક્સીન ન લેનાર સામે હવે પોલીસ કાર્યવાહી કરે છે …

Abhayam

જાતિનો દાખલો કઢાવવા નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા…

Abhayam

મોદી સરકાર પાસે રાજ્યોને GST વળતર ચુકવવા માટે પૈસા નથી ઉધાર લેશે આટલા અબજ ડોલર..

Abhayam