લોકસભા ચૂંટણીને લઈ ભાજપ ધારાસભ્યનું નિવેદન Ganpat Vasava Statement : લોકસભા ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્ય ગણપત વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ગણપત વસાવાએ લોકસભા ચૂંટણી અને નિવેદન આપતાં કહ્યું કે, આવનારી લોક સભાની ચૂંટણીમાં ભાજપ જીતશે.
લોકસભા ચૂંટણીને લઈ ભાજપ ધારાસભ્યનું નિવેદન
આ સાથે તેમણે કહ્યું કે, 400થી વધુ બેઠકો સાથે ભાજપનો વિજય થશે. BJPના ધારાસભ્યને લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસની વિચારધારાને ઓળખી ગઈ છે.
સુરતના માંગરોળના વાંકલમાં ભાજપનું સ્નેહમિલન સમારોહ યોજાયું હતું. આ દરમિયાન અનેક દિગ્ગજોની સાથે ધારાસભ્ય ગણપત વસાવા પણ હાજર રહ્યા હતા. આ તરફ ધારાસભ્ય ગણપત વસાવાએ લોકસભા ચૂંટણી અંગે નિવેદન આપ્યું અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
ગણપત વસાવાએ કહ્યું કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો 400થી વધુ બેઠકો સાથે વિજય થશે. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને દેશની જનતા ઓળખી ગઈ છે, કોંગ્રેસની કોઈ વિચારધારા નથી, કોંગ્રેસ એટલે માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટે ભેગુ થયેલું ટોળું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…