ST નિગમના ફિક્સ વેતનધારકો આનંદો ગાંધીનગર : રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ST નિગમના ફિક્સ-પેનાં કર્મચારીઓનાં પગારમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્ય સરકારના નાણાં વિભાગે આ મોટા નિર્ણયને મંજૂરી આપી દીધી છે. નાણા વિભાગ દ્વારા મંજૂરી મળી જતાં ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થશે.
ST નિગમના ફિક્સ વેતનધારકો આનંદો
એક મહિના પહેલાં હર્ષ સંઘવી આપી હતી માહિતી
અગાઉ નવેમ્બર મહિનામાં એસ.ટી.વિભાગનાં વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી વચ્ચે બેઠક યોજાઈ હતી જે બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ ST કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે. ” જે બાદ નાણામંત્રાલયે પણ આ મુદે લીલીઝંડી બતાવી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે