Abhayam News
AbhayamNews

SP નિર્લિપ્ત રાયનું ફેક એકાઉન્ટ બનાવનાર પકડાયો…

. સોશિયલ મીડિયાના કારણે કોઇ વ્યક્તિ સાથે છેતરપિંડી થઇ હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. કેટલાક ઇસમો અલગ-અલગ વ્યક્તિના નામે સોશિયલ મીડિયા પર ખોટા એકાઉન્ટ બનાવતા હોય છે અને ત્યારબાદ તેઓ એકાઉન્ટ માધ્યમથી તે વ્યક્તિના સગાંસંબંધીઓને ફોન કરીને તેમની પાસેથી પૈસાની માગણી પણ કરતા હોય છે. ત્યારે અમરેલી જિલ્લા પોલીસ વડા નામનું એક વ્યક્તિએ બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યુ હતું. આ એકાઉન્ટના માધ્યમથી આપત્તિજનક કોમેન્ટ પણ કરી હતી. આ વાત પોલીસને જાણવા મળતા પોલીસ દ્વારા તાત્કાલીક અસરથી જિલ્લા પોલીસ વડા નામનું ફેસબુક એકાઉન્ટ બનાવનારની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે IT એક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

અમરેલીના SP નિર્લિપ્ત રાયને એક વાત ધ્યાન પર આવી હતી કે, તેમના નામે ફેસબૂક પર એક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ એકાઉન્ટમાં એસપી નિર્લિપ્ત રાયનો ફોટો પણ અપલોડ કરવામાં આવ્યો છે. અમરેલીના SP નિર્લિપ્ત રાયનું એકાઉન્ટ બનાવનાર ઈસમની પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે, આ ઈસમ ધારી તાલુકાના શિવડ ગામમાં રહે છે અને તેનું નામ વિજય છે.

અમરેલી સીટી પોલીસ દ્વારા આરોપી વિજય સામે SP નિર્લિપ્ત રાયના નામનું ફેસબૂક એકાઉન્ટ બનાવીને એકાઉન્ટનો ઉપયોગ કરી આપત્તિજનક કોમેન્ટ કરવા બદલ IPCની કલમ 469, 471, 419, 501 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(C) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તેથી અમરેલી પોલીસ દ્વારા SP નિર્લિપ્ત રાયનું ફેસબૂક એકાઉન્ટ બનાવનાર ઈસમની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

તમે પણ બની શકો છો ડીપફેકનો શિકાર

Vivek Radadiya

નવસારીની મહિલાનું હૃદય અમરેલીની વિદ્યાર્થીનીમાં ધબકતું થયું મહિલાના અંગ દાનથી સાત વ્યક્તિને નવું જીવન મળ્યું…

Abhayam

ICCએ ખેલાડી પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ

Vivek Radadiya