સૌરવ ગાંગુલીના ભાઈએ જ મેચની ટિકિટો બ્લેકમાં વેચી? કલકત્તા પોલીસે વિશ્વ કપ મેચની ટિકિટની કથિત કાળાબજારીના કેસમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીને સમન્સ પાઠવ્યું છે. તેમણે 24 કલાકની અંદર પુછપરછ માટે હાજર થવું પડશે. સ્નેહાશીષ, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના મોટા ભાઈ છે.
સૌરવ ગાંગુલીના ભાઈએ જ મેચની ટિકિટો બ્લેકમાં વેચી?
કલકત્તા પોલીસે જણાવ્યા અનુસાર સ્નેહાશીષને નોટિસ આપવામાં આવી છે અને તેમને 24 કલાકની અંદર પોલીસ સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસે આ મામલામાં કુલ 7 FIR નોંધી છે અને અત્યાર સુધી કુલ 16 લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસે જણાવ્યા અનુસાર તેમની પાસેથી 94 ટિકિટ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે આ ટિકિટના ભાવ 900 રૂપિયા છે. પરંતુ બ્લેક માર્કેટમાં 8000 સુધી વેચવામાં આવી રહી હતી.
વિવાદ પર શું કહ્યું ગાંગુલીએ?
ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પોતાના મોટા ભાઈ સ્નેહાશીષ ગાંગુલીના સમર્થનમાં મજબૂતીથી સામે આવ્યા છે અને કહ્યું છે કે ભારત-દક્ષિણ આફ્રીકાની વચ્ચે કલકત્તામાં થવા જઈ રહેલા મેચ સાથે જોડાયેલા ટિકિટ વિવાદમાં રાજ્ય સંધની કોઈ ભૂમિકા નથી. ગાંગુલીએ કહ્યું, “પોલીસ અપરાધીને પકડી શકે છે. કેબની તેમાં કોઈ ભુમિકા નથી. ઈડનની ક્ષમતા 67 હજાર લોકોની છે અને માંગ એક લાખથી વધારેની છે.”
શું છે સમગ્ર મામલો?
એક ક્રિકેટ પ્રશંસકે ફરિયાદ નોંધાવી છે કે કેબે જાણીજોઈને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ ટિકિટોનો એક મોટો ભાગ અલગ મુકી દીધો છે અને તેમને વ્યક્તિગત લાભના ઈરાદે કાળાબજારી કરનાર લોકો માટે ઉપલબ્ધ કરાવી છે. આ મામલામાં બીસીસીઆઈ અને ઓનલાઈન પોર્ટલ બુકમાઈ શો પર પણ આરોપ લાગ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે