Abhayam News
AbhayamGujarat

માતાનું સપનું પૂરૂ કરવા સોલો બાઈક રાઈડિંગ

Solo bike riding to fulfill mother's dream

માતાનું સપનું પૂરૂ કરવા સોલો બાઈક રાઈડિંગ અમૃત ઘાયલના આ શબ્દોને 24 વર્ષનો એક તરવરિયો યુવાના સાચા પાડી રહ્યો છે. વરસાદ, ઠંડી, માઈનસમાં તાપમાન, અકસ્માત, ઈજા આ બધું ભલે થાય, પરંતુ તેની યાત્રા અવિરત ચાલતી રહી છે. નામ છે હોમકિશન મોદી. ઉંમર છે 24 વર્ષ. પણ અનુભવ છે, મોટાભાગનું ભારત ફરી લેવાનો. હોમકિશન એક સોલો બાઈકરાઈડર છે, જે ત્યાર સુધી ભારતના ઘણા શહેરોને પોતાના બાઈક સાથે ખૂંદી ચૂક્યા છે. હોમકિશનનો બાઈક પ્રેમ એટલો જબરજસ્ત છે, કે તેઓ એક બાઈક શૉ રૂમમાં જ નોકરી કરે છે, અને બાઈકને જ પોતાનું જીવન બનાવી ચૂક્યા છે. આમ તો હોમકિશન છેલ્લા 7 વર્ષથી બાઈક રાઈડ કરી રહ્યા છે, પરંતુ કોરોના બાદ તેમની પૃવૃત્તિમાં વેગ આવ્યો છે.

હોમકિશને મમ્મીનો શોખ પૂરો કરવા ફરવાનું શરૂ કર્યું
હોમકિશનનું કહેવું છે કે હું આ રીતે મારા મમ્મીનું સપનું પુરુ કરી રહ્યો છું. હોમકિશનના માતા દિવ્યાંગ છે, પણ તેમને ફરવાનો શોખ છે. એટલે હોમકિશને મમ્મીનો શોખ પૂરો કરવા ફરવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં તેમણે પહેલી બાઈક રાઈડ પોતાના મમ્મી સાથે કચ્છની કરી હતી. ત્યાર બાદથી તેમને પોતાને પણ આમાં મજા આવવા લાગી અને હવે તો તેઓ પોતે બાઈક રાઈડનું આયોજન કરે છે.   

માતાનું સપનું પૂરૂ કરવા સોલો બાઈક રાઈડિંગ

Solo bike riding to fulfill mother's dream

6,000 કિલોમીટરની સોલો રાઈડ
અમે હોમને પૂછ્યું કે તમને આટલે બધે બાઈક પર ફરતા ડર નથી લાગતો? તો જવાબમાં બ્લશ કરતા હોમે કહ્યું કે તેઓ તાજેતરમાં જ 6,000 કિલોમીટરની સોલો રાઈડ એટલે કે સાવ એકલા રાઈડ કરી ચૂક્યા છે. કેટલાક મહિના પહેલા તેઓ ત્રણ મિત્રો લદ્દાખ બાઈક રાઈડ પર ગયા હતા. પરંતુ રસ્તામાં તેમના બે સાથીઓએ કોઈ કારણસર પરત ફરવ્યું પડ્યું એટલે બાકીની 3000 કિલોમીટરની સોલો રાઈડ કરી હતી. આ ઉપરાંત હોમ અમદાવાદથી નીકળી રાજસ્થાન થઈ અમૃતસર, ઉધમપુર, શ્રીનગર, કારગીલ, નુબ્રાવેલી, લેહ-લદ્દાખ, ઝાંસ્કર વેલીની 6000 કિ.મીની સોલો રાઈડ કરી ચૂક્યા. લદ્દાખથી રિટર્ન આવતી વખતે તેઓએ સિંગલ ટ્રીપમાં 1600 કિલોમીટરનું અંતર 35 કલાકમાં પુરૂ કર્યું હતું.

અકસ્માત થયો, પણ અટક્યા નહીં
હોમકિશન 19,024 ફૂટની ઉંચાઈએ પણ બાઈક રાઈડ કરી ચૂક્યા છે. લદ્દાખની રાઈડ દરમ્યાન હાઈએસ્ટ મોટરેબલ પાસ જેની ઉંચાઈ 19024 ફૂટ છે, ત્યાં તેમણે બાઈક ચલાવ્યું.. આ રાઈડ દરમ્યાન 17,000 ફૂટ પર માઈનસ ટેમ્પરેચરમાં તેઓની બોડી ફ્રિઝ થઈ જતા અકસ્માત સર્જોયો હતો.   જેમાં તેમને ઈજા થઈ, પરંતુ જેને રસ્તા સાથે પ્રેમ છે, તે અટકી કઈ રહી શકે? માઈનસ ડિગ્રીમાં ઈજાઓ છતાંય, હોમકિશને પોતાની રાઈડ પૂરી કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગુજરાત ના આ ગામ માં હદય દ્રવી ઉઠે એવી બની ઘટના જાણો શું બની ઘટના..

Abhayam

૪ વર્ષથી બંધ પડેલા ટાયર વગર ના સ્કૂટર નો મેમો મોકલ્યો વડોદરા ટ્રાફિક પોલીસે જાણો શું છે પૂરી ઘટના …

Abhayam

બજેટમાં આ બે મહત્ત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે

Vivek Radadiya