શ્રી રામ મંદિરમાં આટલા કરોડો રૂપિયા આવ્યું છે દાન હાલમાં તો દેશના તમામ હિન્દુ લોકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. મિત્રો 2019 માં સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા બાદ રામ મંદિર બનાવવા માટે એક કિંમત નક્કી કરવામાં આવી હતી.
શ્રી રામ મંદિરમાં આટલા કરોડો રૂપિયા આવ્યું છે દાન
ત્યાર પછી તો રામ ભક્તોએ મન મૂકીને રામ મંદિર માટે દાન કર્યું હતું. એવો લક્ષ રાખવામાં આવ્યો હતો કે 11 કરોડ લોકો પાસેથી 900 કરોડ રૂપિયા દાન મળશે. પરંતુ રામ ભક્તોએ લગભગ ચાર ગણી રકમ રામ મંદિર માટે દાનમાં આપી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે રામ મંદિરમાં લગભગ 3200 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. આ દાનની રકમના વ્યાજમાંથી જ રામ મંદિરનો પહેલો માળ તૈયાર થયો છે. રામ મંદિરના ટ્રસ્ટના એક સભ્ય એ જણાવ્યું કે, લગભગ 18 કરોડ લોકોએ પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને sbi ના ખાતામાં લગભગ 3200 કરોડ રૂપિયાનું ફંડ જમા કરાવ્યું છે.
ત્યાર પછી ટ્રસ્ટે આ બેન્કોમાં નાણાંની એફડી કરાવી હતી. જેમાંથી મળેલા વ્યાજમાંથી રામ મંદિર નો પહેલો માળ બન્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે