આજે સવારથી જ મોદી મંત્રીમંડળના વિસ્તરણને લઇને રાજકીય માહોલ ગરમાયો હતો. 2019ની ચૂંટણી પછી પહેલી વખત મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે. ત્યારે આ વખતે યુવા ચહેરાઓને સ્થાન મળી શકે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી.
આ ચર્ચાઓ વચ્ચે 43 નામ ફાઇનલ થઇ ગયા છે. આ 43 નામોના ગુજરાતના પાંચ સાંસદોનો સમાવેશ થાય છે, જેમાં પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંઝપરા અને દર્શના જરદોશનો સમાવેશ થાય છે..
મંત્રી મંડળનું વિસ્તરણ થાય તે પહેલા ડૉક્ટર હર્ષવર્ધન, રમેશ પોખારીયાલ, દેબોશ્રી ચૌધરી, સદાનંદ ગૌડા, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, બાબુલ સુપ્રિયો, પ્રતાપ સારંગી, રતનલાલ કટારીયા, રાવ સાહેબ, દાનેવ પાટીલનું રાજીનામું લેવામાં આવ્યું હતું.
તો બીજી તરફ વિસ્તરણ પહેલા થાવરચંદ ગેહલોતને મંત્રીમંડળમાંથી હટાવવામાં આવ્યા હતા. મોદી મંત્રીમંડળના વિસ્તરણના લિસ્ટ અનુસાર 43 નેતાઓ આજે શપથ લેશે. આ લિસ્ટમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ પારસ, ભુપેન્દ્ર યાદવ, અનુપ્રીયા પટેલ અને અનુરાગ ઠાકુર સહિતના નેતાના નામ સામેલ છે.
(1) નારાયણ રાણે (2) સર્વાનંદ સોનોવાલ
(3) વિરેન્દ્રકુમાર (4) જયોતિરાદિત્ય સિંધીયા
(5) આર.પી. સિંગ (6) અશ્વીની વૈષ્ણવ
(7) પશુપતી પારસ (8) કિરણ રિજૂજુ
(9) રાજકુમાર સિંગ (10) હરદીપસિંહ પુરી
(11) મનસુખ માંડવિયા (12) ભુપેન્દ્ર યાદવ
(13) પુરુષોતમ રૂપાલા (14) જી. કિશન રેડ્ડી
(15) અનુરાગ ઠાકુર (16) પંકજ ચૌધરી
(17) અનુપ્રિયા પટેલ (18) સત્યપાલ સિંહ
(19) રાજીવ ચંદ્રશેખર (20) શોભા કરાંદલજે
(21) ભાનુપ્રતાપ સિંગ વર્મા
(22) દર્શના જરદોશ
(23) મિનાક્ષી લેખી
(24) અન્નપૂર્ણા દેવી
(25) એ. નારાયણ સ્વામી
(26) કૌશલ કિશોર
(27) અજય ભટ્ટ
(28) બી.એલ. વર્મા
(29) અજય કુમાર
(30) દેવુ સિંહ ચૌહાણ
(31) ભગવંત કુબા
(32) કપિલ એમ પાટીલ
(33) પ્રતિમાભૌમિક
(34) ડો, સુભાષ સરકાર
(35) ડો. ભાગવત કે કરાડ
(36) ડો. રાજકુમાર રંજન સિંહ (37) ડો. ભારતી પ્રવિણ પવાર
(38) બિશ્વેશ્વર ટુડુ (39) શાંતનૂ ઠાકુર
(40) ડો. મહેન્દ્ર મુંજાપરા (41) જોન બારલા
(42) ડો. એલ. મુરુગન (43) ડો. નિશિથ પ્રામાણિક
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…