ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમ શ્રીલંકામાં 3 વન-ડે અને એટલી જ મેચોની T20 સીરિઝ રમશે. ભારતીય ટીમ પ્રવાસની શરૂઆત 13 જુલાઈથી કરશે. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમની છેલ્લી મેચ 25 જુલાઈએ થશે. તારીખોની જાહેરાત સોની સ્પોર્ટ્સ તરફથી કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) તરફથી ઔપચારિક જાહેરાત હજુ બાકી છે. સીરિઝનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર થશે. સોની સ્પોર્ટ્સ તરફથી સીરિઝનું શેડ્યૂલ ટ્વીટ કરવામાં આવ્યું છે.
48 વર્ષીય રાહુલ દ્રવિડ આ પહેલા પણ સીનિયર ટીમને પોતાની સેવા આપી ચૂક્યા છે. વર્ષ 2014મા ઇંગ્લેન્ડના પ્રવાસ પર તેઓ ભારતીય ટીમના બેટિંગ સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. રાહુલ દ્રવિડે બેંગ્લોરમાં NCA પ્રમુખ બન્યા બાદ ઇન્ડિયા-A અને અંડર-19 ટીમો સાથે પ્રવાસ કરવાનો બંધ કર્યો હતો. રાહુલ દ્રવિડ વર્તમાનમાં રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમી (NCA)ના ડિરેક્ટર છે. રાહુલ દ્રવિડે વર્ષ 2015-19 સુધી અંડર-19 અને ભારત-A ટીમને કોચિંગ આપી હતી
ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલા વન-ડે સીરિઝ રમાશે. પહેલી મેચ 13 જુલાઈએ થશે, ત્યારબાદ બીજી વન-ડે મેચ 16 જુલાઈએ અને છેલ્લી વન-ડે મેચ 18 જુલાઇના રોજ રમાશે. તો T20 સીરિઝની શરૂઆત 21 જુલાઇએ થશે. સીરિઝની બીજી મેચ 23 જુલાઇ અને 25 જુલાઇના રોજ ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. ભારતીય ટીમે છેલ્લી વખતે વર્ષ 2018મા શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. જ્યારે તેણે ત્રિકોણીય T20 નિદહાસ ટ્રોફીની ફાઇનલમાં બાંગ્લાદેશને મ્હાત આપીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
સોની સ્પોર્ટસની ટ્વીટમાં શિખર ધવનની તસવીર પણ શેર કરવામાં આવી છે, જેથી એમ માનવામાં આવી રહ્યું છે કે શ્રીલંકાના પ્રવાસ પર ભારતીય ટીમની કેપ્ટની શિખર ધવન કરશે. તો રાહુલ દ્રવિડ શ્રીલંકાના પ્રવાસ પર ભારતીય ટીમના હેડ કોચ હશે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ સાથે વ્યસ્ત રહેશે, જેના કારણે રાહુલ દ્રવિડ બીજા દરજ્જાની ભારતીય ટીમના કોચ રહેશે
તેમની કોચિંગમાં ભારતની અંડર-19 ટીમ વર્ષ 2016મા વર્લ્ડ કપની ઉપવિજેતા અને વર્ષ 2018મા ચેમ્પિયન બની હતી. ભારતીય ટીમનો આ પ્રવાસ ટોચના ખેલાડીઓ વિના થશે. કેપ્ટન વિરાટ કોહલી અને ઉપકેપ્ટન રોહિત શર્મા જેવા ખેલાડી આ પ્રવાસનો ભાગ નહીં હોય, કેમ કે તે સમયે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ સીરિઝની તૈયારી કરી રહ્યા હશે. શ્રીલંકા જનારી ટીમમાં એ ખેલાડીઓને ચાન્સ મળી શકે છે, જે IPL અને ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરતા આવ્યા છે. તેમાં દેવદત્ત પડિક્કલ, પૃથ્વી શો, સુર્યકુમાર યાદવ, હર્ષલ પટેલ જેવા ખેલાડી હોય શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…