Abhayam News
AbhayamGujarat

SBI ના ખાતાધારકો રહો સાવધાન

SBI account holders beware abhayam news

SBI ના ખાતાધારકો રહો સાવધાન જો તમે તમારું એકાઉન્ટ ચાલુ રાખવા માંગતા હોય તો તમારે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવું પડશે અને તેમાં માંગવામાં આવેલી માહિતી અપડેટ કરવાની રહેશે. જો તમે ભૂલથી પણ આ લિંક પર ક્લિક કરશો અને તેમાં તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી દાખલ કરશો તો તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવશે.

SBI account holders beware abhayam news

SBI ના ખાતાધારકો રહો સાવધાન

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભારતની સૌથી મોટી બેંકની યાદીમાં પહેલા નંબર વન પર આવે છે. તેનું કારણ એ છે કે SBIમાં 50 કરોડથી વધુ ખાતાધારકો છે. આટલા લોકોના ખાતાને હેન્ડલ કરવું એ પણ એક મોટી વાત છે. SBI માં સૌથી વધારે બચત ખાતા છે જેનું સંચાલન કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. તેથી, એસબીઆઈ બેંકમાં કામ કરતા કર્મચારીઓને તેમના ગ્રાહકોના ખાતાની સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે.

અજાણ્યા નંબરો પરથી ફેક મેસેજ

થોડા દિવસ પહેલા SBI બેંક દ્વારા ગ્રાહકો માટે ઘણા અપડેટ જાહેર કરવામાં આવ્યા છે. જો તમે પણ SBI માં ખાતુ ધરાવો છો, તો તમારે તેના વિશે જાણવું જરૂરી છે. જો તમે SBIના ગ્રાહક છો, તો તમને પણ તમારા ફોનમાં અજાણ્યા નંબરો પરથી ફેક મેસેજ આવ્યા હશે, જેમાં કહેવામાં આવે છે કે બેંક તમારું એકાઉન્ટ બંધ કરી દેશે.

SBI account holders beware abhayam news

તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવશે

જો તમે તમારું એકાઉન્ટ ચાલુ રાખવા માંગતા હોય તો તમારે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવું પડશે અને તેમાં માંગવામાં આવેલી માહિતી અપડેટ કરવાની રહેશે. જો તમને આવો મેસેજ મળે તો તેને ધ્યાનમાં લેતા નહીં. જો તમે ભૂલથી પણ આ લિંક પર ક્લિક કરશો અને તેમાં તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી દાખલ કરશો તો તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવશે

SBI તેના ગ્રાહકોને આવો કોઈ મેસેજ મોકલતી નથી

આવા ફ્રોડના મેસેજને લઈ હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સત્તાવાર રીતે ગ્રાહકને જાણ કરી છે કે જો તમને આવો કોઈ મેસેજ મળે છે તો તે ફેક મેસેજ છે. કારણ કે SBI ક્યારેય પણ તેના ગ્રાહકોને આવો કોઈ મેસેજ મોકલતી નથી.

ફેક મેસેજથી સાવચેત રહો

તમને જણાવી દઈએ કે SBIના ઘણા ગ્રાહકોને આવા ફેક મેસેજ આવી રહ્યા છે અને તેઓ છેતરપિંડીનો શિકાર બન્યા છે. આ સ્થિતિમાં તમને પણ જો આવા કોઈ મેસેજ મળે છે તો તેની જાળમાં ફસાવું નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

કોમેડિયન નીલ નંદાનું 32 વર્ષની વયે નિધન

Vivek Radadiya

સુરત : પાટીદારોની આ સૌથી મોટી સંસ્થામાં કોવિડ કેર આઇસોલેશન સેન્ટરનો શુભારંભ કરાયો.

Abhayam

સ્પેશમાંથી દેખાશે અદાણીનું ગુજરાત

Vivek Radadiya