Abhayam News
Social Activity

પાટીદાર સમાજના યુવાનોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે નવીનતમ, અવિસ્મરણીય, નજરાણું એટલે “સરદારધામ-અમદાવાદ”

દુર રસ્તા પરથી જ દેખાતો 13 માળના ભવ્ય બીલ્ડીંગ પર રાષ્ટ્રની શાન સમાન લહેરાતો 50 ફુટ ઉંચો રાષ્ટ્રધ્વજ. સરદાર પટેલ રીંગ રોડ પર આવેલા ભવનના એન્ટ્રી ગેટમાં અંદર જતા જ ભારતની આન-બાન અને શાન એવાં લોખંડી પુરૂષ સરદાર સાહેબની વિશ્વની બીજી ઉંચાઇ ધરાવતી 50 ફુટની પ્રતિમા.

કોઇ 5 સ્ટાર હોટેલ કે મોટા કોર્પોરેટ હાઉસ જેવુ ભવ્ય સ્વાગત કક્ષ. તેની ભવ્યતામાં વધારો કરતી હાઇટેક મોટી સાઇઝની LED, સ્વાગત કક્ષમાં અલગ અલગ દાન પ્રમાણે લગાવેલ દાતાશ્રીઓના નામની તકતીઓ, ખુબ સુંદર રીસેપ્સન એરીયા આવેલ છે. આખા બીલ્ડીંગમાં આવેલી સુવિધાની વાત કરીયે તો UPSC- GPSC ના વિદ્યાર્થીઓ માટે 950 સીટની 5000 વીડીયો ને 10000 બુક્સ ઇન્સ્ટોલ કરેલી ઇ-લાયબ્રેરી, ફીઝીકલ 10 હજાર બુક્સ સાથેનું વાંચનાલય, 4 ડીસ્કશન રૂમ, કન્યા ને કુમાર બંને થઈને 700 વિદ્યાર્થીઓ એકસાથે જમી શકે તેવો ડાઇનીંગ એરીયા, હાઇટેક ઇન્ડકશન આધારિત દોઢ કરોડનો કીચન એરીયા, કન્યા-કુમાર માટે અલગ-અલગ જીમ, હેલ્થકેર સેન્ટર , કાફેટેરીયા, 2 ઇન્ટરવ્યૂ રૂમ, સ્ટુડન્ટ કાઉન્સલીંગ સેન્ટર,100 વિદ્યાર્થીઓ એકસાથે બેસી શકે તેવા 4 ઇ-ક્લાસરૂમ, દીકરા- દીકરીઓ એક રૂમમાં ચાર વિદ્યાર્થી આરામથી ઘર જેવી સગવડ ભોગવી શકે તેવી વ્યવસ્થા વાળા 400 રૂમની સગવડ છે. તેમજ 1000 વ્યક્તિઓ એકસાથે કાર્યક્રમ માણી શકે તેવાં 2 હોલની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉદ્યોગ સાહસિકો માટે GPBOનો વિશાળ હોલ, GPBO કાર્યાલય, ઉદ્યોગ તાલીમ કેન્દ્ર હોલની પણ સગવડ છે. તે ઉપરાંત 60 થી 70 તેમજ 15 થી 20 લોકોની મિટિંગ થઈ શકે તે માટેના 2 કોન્ફરન્સ હોલ, 10 થી 12 વી.આઇ.પી. બેસી શકે તે માટે વી.આઇ.પી. લૉન્જ પણ છે. આ બીલ્ડીંગમાં ગુજરાતમાં પહેલી વાર કોઇ જગ્યાએ મુકાયેલા સોલર પ્લાન્ટની વ્યવસ્થા કરેલ છે. 13 માળના બીલ્ડીંગમાં 11 તો લીફ્ટ આવેલી છે.

સરદારધામ એ યુવા શક્તિના સર્વાગી વિકાસ માટેનું પ્લેટફોર્મ પુરું પાડતું ધામ છે. ત્યારે ત્યાંના વેલ ડ્રેસ ને તાલીમ બધ્ધ સ્ટાફ તેમજ ત્યાની આગતા-સ્વાગતા માણવાનો મોકો મળે છે.આપ પણ ચોકક્સ આ ભવ્ય ભવનની મુલાકાત લો અને માત્ર આ ખૂબીઓ જાણવાની નહી પણ સમજવાની અને માણવાની મજા લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત માં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તેમજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા “રાષ્ટ્ર માટે લોહીદાન” કાર્ય ક્રમ નું કરાયું આયોજન..

Abhayam

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી દિવસે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં 352 રક્તયુનિટ એકઠું કરાયું…

Abhayam

સુરત:-શહીદ જવાનોના પરિવાર માટે દેવાણી પરિવારે પુત્રના લગ્નમાં 1 લાખ દાન આપ્યું…

Abhayam