અમદાવાદના TRB જવાનો પર લાલ આંખ Ahmedabad Police : અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ટ્રાફિક પોઉન્ટ પર TRB જવાનો અને ટ્રાફિક વિભાગના સ્ટાફ દ્વારા અન્ય વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે નિયમભંગના નામે નાણાં ઉઘરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ હવે અમદાવાદ પોલીસ કમિશ્નર એક્શન મોડમાં આવ્યા છે. પોલીસ કમિશ્નરે શહેરના તમામ સુપરવાઇઝરી અધિકારીઓને પત્ર પાઠવીને જરૂરી સૂચના આપી છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે શહેરના તમામ સુપરવાઇઝરી અધિકારીઓને પત્ર પાઠવી જણાવ્યું છે કે, ટ્રાફિક પોલીસની ગતિવિધિ, તેમના કામ કરવાની પધ્ધતિ પર નિયંત્રણ કરવાની આવશ્યકતા છે. જેથી આ માટે TRB અને ટ્રાફિક વિભાગના સ્ટાફ પર સુપરવિઝન કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં સુપરવાઇઝરી અધિકારીઓએ મહિનામાં ઓછામાં ઓછા એક વાર ખાનગી વાહનમાં અને ખાનગી ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે.અમદાવાદના TRB જવાનો પર લાલ આંખ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે