Abhayam News
AbhayamGujaratNews

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી આંદોલનના માર્ગે

Rashtriya Shaikshik Maha Sangh is again on the path of agitation

રાજ્યમાં ફરી એકવાર શિક્ષકો સરકારની સામે બાંયો ચઢાવવાના મૂડમાં છે, આગામી સમયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પોતાની પડતર માંગોને લઇને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી આંદોલનના માર્ગે

રાજ્યમાં ફરી એકવાર શિક્ષકો સરકારની સામે બાંયો ચઢાવવાના મૂડમાં છે, આગામી સમયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પોતાની પડતર માંગોને લઇને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 9મી ડિસેમ્બરે સરકારની સામે રાજ્યભરમાં પદયાત્રા યોજીને મહાપંચાયત કરશે, જેમાં પડતર માંગણીઓને લઇને વિરોધ નોંધાવશે. ખાસ વાત છે કે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પડતર માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે પરંતુ ઠરાવ હજુ સુધી પસાર કરવામાં આવ્યો નથી.

આગામી 9મી ડિસેમ્બરે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્ય સરકાર સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. પોતાની પડતર માંગણીઓ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખુલ્લો વિરોધ નોંધાવશે. 9મી ડિસેમ્બરે રાજ્યભરમાં પદયાત્રા કરશે અને બાદમાં મહાપંચાયત કાર્યક્ર્મનું આયોજન કરશે. આ આંદોલનમાં રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં શિક્ષકો જોડાશે, આ આંદોલનમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીના શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારી અને સંચાલકો જોડાશે. અલગ-અલગ જિલ્લાઓમાં પદયાત્રા અને મહાપંચાયત કરી આ વિરોધ નોંધાવશે. પડતર માંગણીઓ સ્વીકારાઇ ગઇ છે, પરંતુ હજુ સુધી કોઇ ઠરાવ પસાર ના કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આંદોલનના માર્ગે પડ્યો છે. જ્ઞાન સહાયક શિક્ષક યોજના, જૂની પેન્શન યોજનાનો લાભ, ગ્રાન્ટ વધારો, કર્મચારીઓને બદલીના લાભ સહિતની બીજી કેટલાય પડતર માંગણીઓ છે, જેનો વિરોધ કરશે.

આખરે TRB જવાનોને છૂટ્ટા કરવાનો નિર્ણય રાખવામાં આવ્યો મોકૂફ

TRB જવાન માટે  સારા સમાચાર સામે આવ્યા છે. આખરે TRB જવાનોને તબક્કાવાર છુટ્ટા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. સરકારે TRB જવાનોને છુટ્ટા કરવાની બાબતે યૂ ટર્ન માર્યો છે. થોડા દિવસ પહેલા પોતે કરેલા ઓર્ડરને પોલીસવડા વિકાસ સહાયે જ રદ્દ કર્યો છે. 9000 જવાનોને તબક્કાવાર છૂટા કરવાનો ઓર્ડર મુલતવી રહેતા ટીઆરબી જવાનોમાં ખુશી વ્યાપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દરમિયાનગીરી બાદ જવાનોની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વિગતે વાત કરીએ તો, TRB જવાનોને છૂટા કરવાના મુદ્દે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. આ દરમિયાન બેઠકમાં ટીઆરબી જવાનો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

નોંધનીય છે કે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઉપરાંત કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હજાર રહયા હતા. તો બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા. જેમાં નિર્ણય મોકૂફ રાખવા અંગે નિર્ણય લેવાયો હતો. તમને જણાવી દઈએ કે, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડના નિવાસસ્થાન લુણાવાડાના કડાછલ ગામે આજે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને મીડિયા દ્વારા ગુજરાતના TRB જવાનોને લઈ પ્રશ્ન કરતાં તેમણે આજ સાંજ સુધી સારા સમાચાર મળશે એવું જણાવ્યું હતું.

શું છે મામલો?

રાજ્ય પોલીસ વડાએ મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના નવ હજાર TRB જવાનની નિમણુક રદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 9000 ટ્રાફિક બ્રિગેડના જવાનો પાસે કામગીરી લેવાતી હતી. રાજ્ય પોલીસ વડાએ રાજ્યના તમામ જિલ્લાના વડાને પત્ર લખી TRB જવાનને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી ગુજરાતના હજારો TRB જવાનની રોજગારી બંધ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભારત જાપાન કરતાં પણ મોટી અર્થવ્યવસ્થા બનશે

Vivek Radadiya

બે દિવસ પહેલા સુરતમાં જન્મેલી માસુમ બાળકીને માતાની એક ભૂલના કારણે કોરોના ભરખી ગયો…

Abhayam

ગુજરાતનો સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો આજથી થયો પ્રારંભ

Vivek Radadiya