Abhayam News
AbhayamBusinessGujaratNewsPolitics

બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે વડાપ્રધાન મોદીએ કરી ચર્ચા

Prime Minister Modi held a discussion with British PM Rishi Sunak

બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે વડાપ્રધાન મોદીએ કરી ચર્ચા શુક્રવારે ટેલિફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાના વિકાસ અને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી. તેમણે આતંકવાદ, બગડતી સુરક્ષા સ્થિતિ અને નાગરિકોની જાનહાનિ અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મોદી અને સુનકે આતંકવાદ, બગડતી સુરક્ષા સ્થિતિ અને નાગરિકોની જાનહાનિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

તેઓ આ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સતત માનવતાવાદી સહાયની જરૂરિયાત પર સંમત થયા હતા.’ નિવેદન અનુસાર, મોદીએ સુનકને વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળમાં એક વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન આપ્યા હતા અને બંને નેતાઓએ પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરાર (FTA)ને ઝડપથી આકાર આપવામાં પ્રગતિનું સ્વાગત કર્યું હતું.

બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે વડાપ્રધાન મોદીએ કરી ચર્ચા

સુનક સાથે ટેલિફોનિક ચર્ચા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ‘આજે સાંજે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સાથે વાત કરી. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા કરી. અમે સહમત છીએ કે વિશ્વમાં આતંકવાદ અને હિંસા માટે કોઈ સ્થાન નથી. સંઘર્ષમાં નાગરિક મૃત્યુ એ ગંભીર ચિંતાનો વિષય છે. પ્રાદેશિક શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સતત માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે કામ કરવાની જરૂર છે.

Prime Minister Modi held a discussion with British PM Rishi Sunak

બંને નેતાઓએ વેપાર, રોકાણ, ઉભરતી ટેક્નોલોજી, સંરક્ષણ, સુરક્ષા, સ્વાસ્થ્ય અને અન્ય ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. નિવેદન અનુસાર, મોદી અને સુનક બંને એકબીજાના સંપર્કમાં રહેવા માટે સંમત થયા હતા અને એકબીજાને દિવાળીની આગોતરી શુભેચ્છા પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વેક્સિનેશન ડ્રાઇવનું થયું સુરસુરિયું વેક્સિનેશન સેન્ટર પર માર્યા તાળા..

Abhayam

અગ્રણીઓ આ મુદ્દે કેમ ચૂપ છે:-સમાજને 10 ટકા અનામત અપાવનાર યુવાનો કેમ કોર્ટ કચેરીના ધક્કા ખાય છે ?

Abhayam

વડનગરમાં બનશે એરપોર્ટ

Vivek Radadiya