નિકાસ બંધ થતાં ડુંગળીના નથી મળી રહ્યા ભાવ Gujarat Farmers : રાજ્યમાં હાલ લાલ ડુંગળીની ખેતી કરતાં જગતના તાતની જાણે કે માઠી બેઠી છે. વાત જાણે એમ છે કે, ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ તરફ ગોંડલ માર્કેટયાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે. જેને લઈ યાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી છે. આ તરફ ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે. આ તરફ જૂનાગઢના વિસાવદરમાં ડુંગળની સારા ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો છે. આ સાથે હવે દેશમાંથી ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાતાં ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા છે. જેને લઈ હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવા સામે ઉંચા ભાવે ડુંગળી ખરીદવા ગ્રાહકો મજબુર બન્યા છે.
ગોંડલ માર્કેટમાં સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ
રાજકોટમાં ડુંગળીના ભાવને લઈ ખેડૂતો આકરા પાણીએ છે. વિગતો મુજબ ગોંડલ માર્કેટમાં સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. જેને લઈ ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ તંત્ર સામે રીતસરની બાંયો ચઢાવી છે. આ તરફ હવે ડુંગળીના ભાવ નહીં મળે તો ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી આપી છે. સતત બીજા દિવસે પણ માર્કેટમાં ખેડૂતોનો વિરોધ યથાવત હોઇ માર્કેટ યાર્ડના મેઈન દરવાજા પાસે ડુંગળી ફેંકી ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે. માર્કેટના બંને મુખ્ય દરવાજા બંધ થતા યાર્ડ બહાર વાહનોની લાઈન લાગી છે તો સરકાર અને યાર્ડ સત્તાધીશો સામે પણ ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે.
નિકાસ બંધ થતાં ડુંગળીના નથી મળી રહ્યા ભાવ
મામલદાર કચેરીએ ડુંગળી ફેંકી ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન
જૂનાગઢના વિસાવદરમાં પણ ડુંગળીના ભાવ મુદે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ મામલતદાર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. વિગતો મુજબ ખેડૂતોએ મામલતદારના ટેબલ પર ડુંગળી ફેંકી હતી. આ તરફ ખેડૂતો રામ ધૂન બોલતા પોલીસે તેમની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ દરમિયાન એક ખેડૂત પોલીસ વાહન આગળ સૂઈ ગયો હતો.
ખેડૂતો અને ગ્રાહકો પરેશાન
દેશમાંથી ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાતાં ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવા સામે ઉંચા ભાવે ડુંગળી ખરીદવા ગ્રાહકો મજબુર બન્યા છે. આ તરફ હવે હાલમાં 30 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ડુંગળી 50થી 70 રૂપિયા પ્રતિ કિલો પહોંચી છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ પણ સ્થાનિક બજારમાં ભાવ બેકાબૂ બન્યા છે. જેથી ડુંગળીના હોલસેલ ભાવમાં રૂ.10નો ઘટાડો થયો પણ ગ્રાહકોને લાભ નહીં મળ્યો. પહેલા ટમેટા બાદ ભરશિયાળે ડુંગળી અને લસણના વધતા ભાવથી ગૃહિણીઓ પરેશાન હતી. આ તરફ ગૃહિણીઓએ કહ્યું કે, સરકારે ખરીદી પર પ્રતિબંધ મુક્યો પણ ભાવમાં કોઇ ફેરફાર ન થયો. રિટેલ માર્કેટમાં મળતી ડુંગળીના ભાવમાં કોઇ ફેરફાર નથી થયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે