પ્રીતિ ઝિન્ટાએ IPL ઓક્શન દરમિયાન કરી મોટી ભૂલ પંજાબ કિંગ્સે આઈપીએલ 2024માં એક મોટી ભૂલ કરી છે. આ ભૂલથી તેને મોટું નુકસાન પણ થયું છે. ફ્રેન્ચાઈઝીએ સુધારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભૂલ સુધરી નહિ, પ્રીતિ ઝિન્ટાની ભૂલને કારણે ટીમમાં આ ખેલાડીની એન્ટ્રી થઈ છે.
આઈપીએલનું ઓક્શન ખુબ જ રોમાંચક હોય છે. આ માહૌલ પણ ખુબ ઉત્સાહ ભરેલો હોય છે. ફ્રેન્ચાઈઝી ટીમ વચ્ચે ટક્કર પણ જોવા મળતી હોય છે. તેમજ ઓક્શનર પણ અનેક વખતે મુશ્કેલીમાં મુકાય જાય છે.
આઈપીએલ 2024ના ઓક્શનમાં પણ કાંઈ આવું જોવા મળ્યું હતુ. ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સે ભારતના અનકૈપ્ટડ ખેલાડી શશાંક સિંહ માટે 20 લાખ રુપિયાની બોલી લગાવી હતી. અન્ય કોઈએ આ ખેલાડી માટે બોલી લગાવી ન હતી.
ત્યારબાદ નેસ વાડિયા, પ્રીતિ ઝીંટા અને ટેવરે ઓક્શન રોકાવતા કહ્યું કે, તેમણે ખોટો ખેલાડી ખરીદી લીધો છે. તેમણે આ ભૂલ સુધારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે, જે પૈસા તેમણે આ ખેલાડી પર ખર્ચા કર્યા તે તેના ખાતામાં પાછી આવી જાય
પ્રીતિ ઝિન્ટાએ IPL ઓક્શન દરમિયાન કરી મોટી ભૂલ
પરંતુ આ સમગ્ર વાતની મલ્લિકા સાગરે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હૈમર નીચે આવ્યા બાદ નિર્ણય બદલી શકાતો નથી. અંતે પંજાબ કિંગ્સે આ નિર્ણય પર સહમંત થવું પડ્યું હતું અને ઓક્શન આગળ શરુ કર્યું.
પંજાબ કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં હર્ષલ પટેલ અને ક્રિસ વોક્સ જેવા ખેલાડીઓને ખરીદ્યા છે. હર્ષલ પટેલ માટે પંજાબે 11.75 કરોડની બોલી લગાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે