ડાક કર્મીઓ હડતાળ પર ઉતર્યા Banaskantha News: ગુજરાતમાં ફરી એકવાર સરકારી કર્મચારીઓની હડતાળનો સિલસિલો શરૂ થયો છે, હાલમાં જ માહિતી મળી છે કે, ઉત્તર ગુજરાતમાં કેન્દ્રીય ડાક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ડાક કર્મચારીઓની માંગણી છે કે, પગાર, રજાઓ સહિતના અન્ય લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. ડાક કર્મચારીઓએ આજે પાલનપુરમાં વિરોધ સાથે રેલી યોજીને હડતાળ કરી હતી, આ સાથે તેમને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પણ આપ્યુ હતુ.

ડાક કર્મીઓ હડતાળ પર ઉતર્યા
મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા ડાક કર્મચારીઓએ ફરી એકવાર સરકાર સામે બંયો ચઢાવી છે. આજે પાલનપુરમાં ડાક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ઓલ ઈન્ડિયા નેશનલ જી ડી એસ યૂનિયનના કર્મીઓએ પોતાની માંગોને લઈ આજે પાલનપુરમાં એક મોટી રેલી યોજી હતી.
આજે નીકળેલી રેલી પાલનપુરના જિલ્લા ડાક ઘર આગળથી ગુરુનાનક ચોક કીર્તિસ્થંભ સહીત વિવિધ વિસ્તારોમાં ફરી અને બાદમાં કલેક્ટર કચેરી પહોંચી હતી. આ રેલીમાં ડાક કર્મચારીઓએ ‘અમારી માંગો પૂરી કરો’ ‘કર્મચારીનું શોષણ બંધ કરો’ સહિતના નારા લગાવ્યા હતા. ગામડાની પૉસ્ટ ઓફિસોમાં ટપાલ વિતરણ તેમજ બચત ખાતા ખોલાવવાની ઉપરાંત પૉસ્ટ ઓફિસને લગતા તમામ કાર્યોની ફરજ બજાવતા હોવા છતાં,

ડાક કર્મીઓને અચૂક રકમ 3 અથવા 5 કલાકનો પગાર અપાઈ રહ્યો હોવાની રજૂઆત કરી હતી. ડાક કર્મીઓએ પેન્શન વીમા કે અન્ય રજાઓના લાભ મળતા ના વાત કહીને આ આવેદનપત્ર આપ્યુ હતું. આજે પાલનપુરમાં ડાક કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઇને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે