દોઢ વર્ષના બાળકના ગળામાં ફસાયો દાડમનો દાણો, શ્વાસ રૂંધાતા મોત માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. દિયોદર ગોકુળનગરમાં ઘર આંગણે રમતા દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા મોત નીપજ્યુ છે. દાડમનો દાણો બાળકના ગળામાં ફસાઇ જતા તેનો શ્વાસ રૂંધાઇ ગયો હતો જે બાદ તેનુ મોત નીપજ્યુ છે. આ બાળકને પહેલા તો સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. જેથી જન્મદિનની ખુશી માતમમાં ફેરવાઇ હતી.
દોઢ વર્ષના બાળકના ગળામાં ફસાયો દાડમનો દાણો, શ્વાસ રૂંધાતા મોત
આ અંગે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના દિયોદર ગોકુળ નગરમાં ઘર આંગણે રમતા બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ ગયો હતો. દોઢ વર્ષનો જેનીલ નામનો બાળક બર્થડે પાર્ટીમાં ગયો હતો. જ્યાં ત્યાં રહેલા પૌવામાં દાડમનો દાણો ગળામાં ફસાઈ જતા શ્વાસ રુંધાતા તેને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે, સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તેની તપાસ કરાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
થોડા વર્ષો પહેલા પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમા ફરીદાબાદના એતમાદપુર ગામના રહેનાલા ડેવિડ બૈસલાની દીકરીની શ્વાસનળીમાં દાડમનો દાણો ફસાઈ જવાના કારણે મોત થયુ હતુ. આ કિસ્સામાં પત્ની પૂનમ ત્રણ વર્ષની દીકરી યશિકાને દાડમના દાણા ખાવા માટે આપ્યા હતા. યશિકાએ મુઠ્ઠી ભરીને દાડમના દાણા મોઢામાં મૂક્તા જ શ્વસનનળીમાં ફસાઈ ગયો અને તેનું મોત થઈ ગયું. ડેવિડ બૈસલા એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે