Abhayam News
AbhayamGujarat

રાજ્યના 272 બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન

Polling for 272 State Bar Association Elections

રાજ્યના 272 બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન વન બાર વન વોટ હેઠળ આજે અમદાવાદ સહિત રાજ્યના 272 બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. તમામ બાર એસોસિએશનની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી યોજાઈ રહી છે.

Polling for 272 State Bar Association Elections

1 લાખ 25 હજારથી વધુ મતદારો 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન બાદ સાંજના મતગણતરી શરૂ થશે. ગુજરાતના 272 બાર એસોસિએશનની ચૂંટણીની મતગણતરીનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. વકીલો આજની ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

રાજ્યના 272 બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન

સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં મતદાન શરૂ થઇ ગયું છે. વડોદરામાં દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે મતદાન થઇ રહ્યું છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 41 પદ માટે ચૂંટણી યોજાઇ રહી છે. વડોદરામાં 3045 મતદાતાઓ મતદાન કરશે. પ્રમુખ પદ માટે વડોદરામાં નલિન પટેલ અને હસમુખ ભટ્ટ વચ્ચે ટક્કર છે. કોરોનાની આશંકાના પગલે મતદાન મથક પર સેનેટાઈઝર,માસ્કની વ્યવસ્થા કરાઇ હતી.

Polling for 272 State Bar Association Elections

અમદાવાદ જિલ્લા બાર એસોસિયેશનમાં 1770 વકીલો મતદાન કરશે. સુરત વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. ટર્મીશ કણીયા, હિરલ પાનવાલા અને ઉદય પટેલ વચ્ચે પ્રમુખપદનો જંગ છે. સુરતમાં વકીલ મંડળના પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર છે. સુરતમાં 4500 મતદાતા વકીલો મતદાન કરશે.સુરત વકીલ મંડળના ઉપપ્રમુખ માટે બે ઉમેદવાર છે. સેક્રેટરી માટે 2 ઉમેદવાર, જોઈન્ટ સેક્રેટરી માટે 2 ઉમેદવાર, ટ્રેઝરર માટે 3 ઉમેદવાર, કાઉન્સિલ મેમ્બર માટે 17 ઉમેદવાર મેદાને છે.                                                                                                          

એક લાખ 25 હજાર વકીલ મતદારો મતદાન કરશે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદ માટે મતદાન કરશે. અલગ અલગ પદ માટે પાંચ હજાર ઉમેદવાર મેદાનમા છે. મતગણતરીનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરત ગેસ લીક કાંડ:સચિન GIDC પોલીસ સ્ટેશનના PI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ…

Abhayam

આ તારીખથી ધો. 12 વિજ્ઞાન અને સા.પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે..

Abhayam

કોણ હોય છે IAS અધિકારીના બોસ?

Vivek Radadiya