સુપ્રિમકોર્ટે; અમદાવાદની ગુલબર્ગ સોસાયટીની વિક્ટિમ જાકીયા ઝાફરીની અરજી 24 જૂન 2022ના રોજ કાઢી નાખી; અને સુપ્રિમકોર્ટે કરેલ નિરીક્ષણોનો આધાર લઈને ગુજરાત પોલીસે; બીજે દિવસે તીસ્તા સેતલવાડ/આર. બી. શ્રીકુમાર/સંજીવ ભટ્ટ સામે ગુનો દાખ કરી દીધો અને તે દિવસે જ ગુજરાત પોલીસ મુંબઈ પહોંચી ગઈ અને તીસ્તા સેતલવાડને એરેસ્ટ પણ કરી લીધી ! પોલીસે તીસ્તા સેતલવાડની 7 દિવસની રીમાન્ડ લીધી હતી;
40 દિવસથીથી વધુ સમય થઈ ગયો છતાં પોલીસ FIRના સમર્થનમાં કોઈ પુરાવો એકત્ર કરી શકી નહીં. તેથી તીસ્તા સેતલવાડે; 3 ઓગસ્ટ 2022ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી. હાઈકોર્ટ 6 અઠવાડીયાની મુદત-20 સપ્ટેમ્બરની આપી ! દીધી. કુલ 85 દીવસ માટે જેલમાં રહેવાનું ! હાઈકોર્ટે લાંબી મુદત આપી એટલે તીસ્તા સેતલવાડે સુપ્રિમકોર્ટમાં અરજી કરી. સુપ્રિમકોર્ટે 2 સપ્ટેમ્બર 2022ના રોજ વચગાળાના જામીન ઉપર તીસ્તા સેતલવાડને મુક્ત કરી છે.

થોડાં પ્રશ્નો :
[1] પોલીસ ગુનો દાખલ કરવામાં હરખપદુડી થાય છે; પણ આરોપી સામે પુરાવા એકત્ર કરવામાં આળસ કેમ કરે છે?
[2] એક્ટિવિસ્ટ સામે અતિ ઉત્સાહથી FIR નોંધે છે; પરંતુ પુરાવા એકત્ર કરતી નથી; કેમ? FIR નોંધ્યા બાદ 60 દિવસ સુધી કોઈ પુરાવો જ ન મળે; એવું કઈ રીતે બને? પોલીસ તો ઉપરની સૂચના મુજબ ગુનો દાખલ કરી દે; ગુનો બન્યો જ ન હોય તો પુરાવા ક્યાંથી મળે? આરોપી જેલમાં રહે; તે સમાજમાં બદનામ થાય; એ હેતુ જ પોલીસનો હશે ને? ‘સત્તાપક્ષ’ને રાજીરાજી કરીને, પ્રમોશન અને મલાઈદાર પોસ્ટિંગ મેળવવાનો; પોલીસનો ગંદો ઈરાદો હશે ને?
[3] તીસ્તા સેતલવાડ સાથે બીજા બે આરોપીઓ છે; પૂર્વ DGP આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ. આ બન્ને અધિકારીઓએ જાકીયા ઝાફરીની ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી; આ કારણસર તેઓ આરોપી બની જાય?
[4] પોલીસે તીસ્તાના 7 દિવસના રીમાન્ડ મેળવ્યા; પરંતુ FIRના સમર્થનમાં કોઈ પુરાવો એકત્ર ન કર્યો ! પોલીસે તપાસના 60 દિવસ બાદ ચાર્જશીટ મૂક્યું નહી. તીસ્તા સામેનો ગુનો મર્ડરનો ન હતો. પોલીસ તપાસ ચાલુ નથી. તો તીસ્તાને જેલમાં કઈ રીતે રાખી શકાય? જો બીનજામીનપાત્ર ગુનાઓમાં જામીન મળતા હોય તો તીસ્તા સેતલવાડને જામીન ઉપર છોડવામાં વાંધો શો?

તીસ્તા સેતલવાડ પાસે ‘અસલી ડીગ્રી’ છે; આર્થિક રીતે સદ્ધર છે; એટલે હાઈકોર્ટ/સુપ્રિમકોર્ટ સમક્ષ ન્યાય મેળવવા વકીલો રોકી શકે છે; પરંતુ જે આરોપીઓને વકીલોની મોંઘી ફી પોસાય નહીં, તેમણે તો જેલમાં જ રહેવાનું ને? આ કેવી ન્યાય વ્યવસ્થા?rs
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…