Abhayam News
AbhayamNews

PM મોદી::દોસ્તી નિભાવશે, Japan Visit માટે રવાના, શિંજો આબેના અંતિમ સંસ્કારમાં લેશે ભાગ

PM મોદી 27 સપ્ટેમ્બરે જાપાનની મુલાકાતે, શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં આપશે  હાજરી - Hum-Dekhenge PM મોદી 27 સપ્ટેમ્બરે જાપાનની મુલાકાતે, શિન્ઝો આબેના  ...

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, થોડા કલાકો બાદ તેઓ જાપાનના પૂર્વ પીએમ શિંઝો આબેની બુડકાનમાં થનારી અંતિમ યાત્રામાં સામેલ થશે. પૂર્વ પીએમ શિંઝો આબે પીએમ મોદીના વ્યક્તિગત મિત્ર હતા. અંતિમ યાત્રામાં શામેલ થયા બાદ પીએમ ટોક્યોના આકાસાક પેલેસમાં પણ જશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, પીએમ મોદી સોમવારે સાંજે પૂર્વ પીએમના રાજકીય અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે જાપાન જશે. તેમણે કહ્યું કે, ભારત અને જાપાનની આધિકારિત મિત્રતા ઉપરાંત બંને નેતા એકબીજાના વ્યક્તિગત મિત્ર પણ હતા.

દોસ્તી નિભાવશે / પીએમ મોદી જશે જાપાન, પૂર્વ પીએમ શિંઝો આબેના રાજકીય અંતિમ  સંસ્કારમાં થશે સામેલ - GSTV

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જાપાનની યાત્રા પર રવાના થઇ ગયા છે. પીએમ મોદી આવતીકાલે 27 સપ્ટેમ્બરના રોજ પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પીએમની યાત્રાને લઇને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે ટોક્યો માટે રવાના થઇ ગયા છે. તેમણે કહ્યું કે ભારતે પૂર્વ પીએમ આબેના સન્માનમાં 9 જુલાઇ 2022 ના રોજ એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. આ યાત્રા તેમની સ્મૃતિને સન્માનિત કરવાનો અવસર આપશે.  

પીએમ મોદીએ જાપાન રવાના થતાં પહેલાં ટ્વીટમાં કહ્યું, ””હું એક પ્રિય મિત્ર અને ભારત-જાપાન મિત્રતાના મહાન ચેમ્પિયન ભૂતપૂર્વ PM શિન્ઝો આબેના રાજ્ય અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે આજે રાત્રે ટોક્યો જઈ રહ્યો છું.”

“હું તમામ ભારતીયો વતી પ્રધાનમંત્રી કિશિદા અને આબેને હૃદયપૂર્વક સંવેદના પાઠવીશ. અમે આબે સેનની કલ્પના મુજબ ભારત-જાપાન સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. @kishida230” 

Image

જાપાનના સૌથી વધુ સમય સુધી પ્રધાનમંત્રી રહેલા શિંજો આબેની આઠ જુલાઇના રોજ દેશના પશ્વિમી વિસ્તારમાં ચૂંટણી કાર્યક્રમ દરમિયાન એક હુમલાવરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કાત્રાએ જણાવ્યું કે જાપાનના પ્રધાનમંત્રી કિશિદાએ આ વર્ષ માર્ચમાં ભારતની યાત્રા કરી હતી અને પ્રધાનમંત્રી મેમાં ક્વાડની બેઠકમાં ભાગ લેવા ત્યાં ગયા હતા. તેમણે જણાવ્યું કે આ વર્ષે ભારત-જાપાન રાજકીય સંઅંધોની 70મી વર્ષગાંઠ ઉજવવા જઇ રહ્યો છે અને એવામાં બંને નેતાઓને પોતાના વિશેષ સામરિક ગઠજોડને વધુ મજબૂત બનાવવાને લઇને વાતચીત કરવાનો અવસર મળશે. 

આબેના અંતિમ સંસ્કારમાં સુરક્ષાની ચૂસ્ત વ્યવસ્થા
અંતિમ સંસ્કારના થોડા કલાકો પહેલા મહેમાન સુરક્ષા તપાસ માટે ટોક્યોના ‘બુડોકન માર્શલ આર્ટ એરિના’માં એકઠા થશે. કોઈપણ પ્રકારનો ખાવા-પીવાનો સામાન અંદર લઈ જવાની મંજૂરી નહીં હોય અને કેમેરાના ઉપયોગની મંજૂરી માત્ર મીડિયાને હશે. લગભગ 1,000 જાપાની સૈનિકો કાર્યક્રમ સ્થળની ચારે તરફ તૈનાત રહેશે. આબેના પત્ની અકી આબે પછી કિશિદા સહિત સરકાર, સંસદીય અને ન્યાયિક પ્રણાલી સાથે જોડાયેલા પ્રતિનિધિ શોક પ્રકટ કરશે અને ઉપસ્થિત લોકોને સંબોધિત કરશે.

PM Modi may attend Shinzo Abe's funeral | Sandesh

કાત્રાએ જણાવ્યું કે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં ભાગ લેવામાં 20 શાસનાધ્યક્ષો સહિત 100 દેશોના પ્રતિનિધિ હાજર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને પક્ષ દ્રિપક્ષીય સંબંધો અને તેમની પ્રગતિ વિશે ચર્ચા તથા સમીક્ષા કરશે અને તેને કોઇ એક વિષય સુધી સીમિત કરવી યોગ્ય નથી. 

આબે સાથે પ્રધાનમંત્રી મોદીના અંગત સંબંધોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેના સન્માનમાં એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આબેના નિધન પર શોક પ્રગટ કરતાં મોદીએ તેમણે ‘પ્રિય મિત્ર’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રીએ દુનિયાને યોગ્ય સ્થાન બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. 

Related posts

3000 વર્ષ જૂની મૂર્તિમાં દેખાયો QR Code

Vivek Radadiya

LPG ગેસ સિલિન્ડર આજથી થયું સસ્તું

Vivek Radadiya

mAadhaar Appમાં મળશે e-KYC ઓપ્શન

Vivek Radadiya