વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ સુંદર પિચાઈ પાસેથી ગૂગલની ભાવિ યોજનાઓ વિશે માહિતી લીધી અને ગુડ ગવર્નન્સ માટે AI ટૂલ્સ પર કામ કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.
- પીએમ મોદીએ સુંદર પિચાઈ સાથે બેઠક મહત્વપુર્ણ બેઠક કરી
- AIથી લઈને Googleના ભાવિ આયોજન સુધીની બાબત પર ચર્ચા કરી
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગૂગલની યોજનાને આવકારી
- AI સમિટમાં હાજરી આપવા માટે સુંદર પિચાઈને આમંત્રણ
પીએમ નરેન્દ્ર મોદી એ ગુગલ ના સીઈઓ સથવા વર્ચ્યુઅલ વાતચીત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુગલ ના સીઈઓ સુંદર પિચાઈ સાથે વાત કરી. બંને વચ્ચે આ વાતચીત વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન થઈ હતી. સીઈઓ સાથેની બેઠક દરમિયાન PM મોદીએ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને વિસ્તારવા માટે Googleની યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી. આ દરમિયાન પીએમ મોદીએ સુંદર પિચાઈ પાસેથી ગૂગલની ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં Chromebooks બનાવવા માટે HP સાથે Googleની ભાગીદારીની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે કુત્રિમ ટૂલ્સમાં ભારતીય ભાષાઓને સપોર્ટ કરવાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે તેમણે ટેક જાયન્ટ ગૂગલને સુશાસન માટે કુત્રિમ ટૂલ્સ પર કામ કરવાનું ચાલુ રાખવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગૂગલની યોજનાને આવકારી છે જેમાં કંપનીએ ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ખાતે વૈશ્વિક ફિનટેક ઓપરેશન્સ સેન્ટર ખોલવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે ભારત ડિસેમ્બર 2023માં સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. PM નરેન્દ્ર મોદીએ આ સમિટમાં હાજરી આપવા માટે સુંદર પિચાઈને આમંત્રણ આપ્યું છે.
પિચાઈએ ગૂગલની યોજનાઓ વિશે માહિતી આપી હતી
બીજી તરફ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ગુગલ પે અને UPIની શક્તિ અને પહોંચનો લાભ લઈને ભારતમાં Googleની આગામી યોજનાઓ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી. તેમણે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે ગૂગલ દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલા નિર્ણયો અને ભવિષ્ય વિશે માહિતી આપી હતી. આ વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પિચાઈએ પીએમ મોદીની યુએસ મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી.