PM મોદીએ ભારતને ટોપ 3 ઇકોનોમીમાં લાવવાની આપી ગેરંટી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ નિવેદન આપતા જણાવ્યુ કે ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે. ત્યાં સુધી ભારત વિકસીત બની જાય તેવુ લક્ષ્ય બનાવાયુ છે. તેથી જ અત્યારનો કાળ ભારતનો અમૃત કાળ છે. તેમજ વિશ્વનું પાંચમુ સૌથી મોટુ અર્થતંત્ર હોવાનું પીએમ મોદીએ જણાવ્યુ છે. આ સાથે જ તેમને આગામી વર્ષોમાં ભારત દુનિયાના ટોપ -3 દેશમાં સમાવેશ થશે તેની ગેરંટી આપી છે.
ભારતની વિકાસ યાત્રામાં જોડાવાનું પીએમ મોદીનું આહ્વાન
વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે વિશ્વ ભારતને સ્થિરતાના મહત્વના સ્તંભ તરીકે જુએ છે. એક મિત્ર જેના પર વિશ્વાસ કરી શકાય. ભારત ‘એક વિશ્વ, એક પરિવાર’ને સાર્થક કરી રહ્યું છે. સાથે મળીને લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકીએ એ ભારતને વિશ્વને દર્શાવ્યું છે. ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. ભારતની વિકાસ યાત્રામાં જોડાવાનું પીએમ મોદીનું આહ્વાન છે. તમારા સપના, મોદીનો સંકલ્પ છે. તમારા સપના જેટલા મોટા થશે, એટલા મારા સંકલ્પ પણ દ્રઢ હશે.
ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે-PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, ભારત I too you tooથી પાર્ટનરશિપને મજબૂત કરી રહ્યું છે. One world one familyને ભારત સાર્થક કરી રહ્યું છે. ભારત વિશ્વ મિત્ર ની ભૂમિકા માં આગળ વધી રહ્યું છે.
UAEના સોવરેન ફંડ દ્વારા ગિફ્ટ સિટીમાં ઓપરેશન શરુ થશે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી જાણકારી અને અનુભવો દર્શાવવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બની રહ્યુ છે. આ સમિટમાં ભારત અને UAEએ ફૂડ પાર્ક્સના વિકાસ માટે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે, ઇનોવેટિવ હેલ્થ કેરમાં રોકાણ માટે ઘણા મહત્વપૂર્ણ કરાર કર્યા છે. ઇન્ફ્રાસ્ટ્રકચર માટે UAEની કંપનીઓ દ્વારા ઘણા મિલિયન ડોલરના નવા રોકાણ માટે સહમતિ બની છે.UAEના સોવરેન ફંડ દ્વારા ગિફ્ટ સિટીમાં ઓપરેશન શરુ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે