પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અમદાવાદમાં ભારત સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન દર્શકોના અભદ્ર વર્તન અંગેની કરેલી ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરે તેવી શક્યતા નથી
- ICCને ફરિયાદ કરી
- દર્શકોના અભદ્ર વર્તન અંગેની ફરિયાદ કરી
- ‘ખેલાડીઓ દર્શકોના અવાજથી પરેશાન થયા’
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકોએ ભારત-પાકની મેચ નીહાળી હતી. પાકિસ્તાનને સમર્થન કરવા માટે પાકિસ્તાની મૂળના માત્ર ત્રણ અમેરિકન દર્શકો આવ્યા હતા. મોહમ્મદ રિઝવાન જ્યારે આઉટ થઈને પેવેલિયનમાં પરત ફરી રહ્યો હતો ત્યારે દર્શકોના એક જૂથે ધાર્મિક નારા લગાવ્યા હતા, જેના લઈ PCBએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCમાં ફરિયાદ નોંધાવી.
દર્શકોનો અવાજ
પાકિસ્તાનના ક્રિકેટ નિદેશક મિકી આર્થરે કહ્યું કે ભારત સામે સાત વિકેટની હાર વખતે તેમના ખેલાડીઓ દર્શકોના અવાજથી પરેશાન હતા. એવી પણ માહિતી છે આ મામલે ICCએ ફરિયાદ લીધી છે અને તે અનુસંધાને પ્રક્રિયા પણ હાથ ધરી છે.
વરિષ્ઠ અધિકારીએ શુ કહ્યું ?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) અને ICCમાં કામ કરી ચૂકેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ICC દરેક ફરિયાદને ખૂબ ગંભીરતાથી લે છે, પરંતુ સંહિતા વ્યક્તિઓને લઈને છે. મને ખબર નથી કે પીસીબી શું ઈચ્છે છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાનું ઘણું મુશ્કેલ હશે. વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘જો વંશીય ભેદભાવના આરોપો છે તો ICC વ્યક્તિની ઓળખ કરી શકે છે, પરંતુ જ્યારે હજારો લોકો નારા લગાવી રહ્યા હતા ત્યારે તમે કંઈ કરી શકતા નથી. પ્રેક્ષકો પાસેથી પક્ષપાતી વલણની અપેક્ષા રાખવામાં આવી હતી. મોટી મેચોમાં આ પ્રકારનું થતું હોય છે.