Abhayam News
AbhayamTechnology

ઓનલાઇન રેલવે પ્લેટફોર્મ ટિકિટ જાણો પ્રોસેસ

Online Railway Platform Ticket Know Process

ઓનલાઇન રેલવે પ્લેટફોર્મ ટિકિટ જાણો પ્રોસેસ UTS App: જો તમે લાઈનમાં ઉભા રહ્યા વગર પ્લેટફોર્મ ટિકિટ મેળવવા ઈચ્છો છો, તો તમે UTS એપ મારફતે આ સરળતાથી કરી શકો છો.

Platform Ticket Online Booking: રેલવે સામાન્ય લોકોના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ઘણીવાર લોકો તેમના મિત્રો અને સંબંધીઓને મૂકવા રેલવે સ્ટેશન જાય છે. આવી સ્થિતિમાં પ્લેટફોર્મ ટિકિટ ખરીદવી ફરજિયાત છે. જો તમે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા માંગતા નથી તો તમે તેને ઓનલાઈન મેળવી શકો છો.

Online Railway Platform Ticket Know Process

આ માટે રેલવેએ UTS મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા તમે કોઈપણ મુશ્કેલી વિના અને લાંબી લાઇનોમાં ઉભા રહ્યા વિના એપ દ્વારા જ રેલવે ટિકિટ બુક કરી શકો છો.

ઓનલાઈન પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ માટે સૌથી પહેલા તમારા મોબાઈલમાં UTS એપ ડાઉનલોડ કરો. આમાં રજીસ્ટ્રેશન માટે તમારી ડિટેઇલ્સ આપો અને R-Wallet રિચાર્જ કરવા માટે તમારી નેટ બેંકિંગ, UPI, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ સાથે લિંક કરો.

Online Railway Platform Ticket Know Process

આ પછી એપ પર જાવ અને પ્લેટફોર્મ ટિકિટ માટે તમારા નજીકના રેલવે સ્ટેશનનો વિકલ્પ પસંદ કરો.

આ પછી તમારી સામે એક વિન્ડો ખુલશે જેમાં તમને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવાનો વિકલ્પ દેખાશે. આમાં સ્ટેશનનું નામ, ટિકિટ નંબર અને પેમેન્ટ વિકલ્પ પસંદ કરો.

આ પછી Book Ticket નો વિકલ્પ પસંદ કરો. આ પછી પેમેન્ટ થતાંની સાથે જ પ્લેટફોર્મ ટિકિટ તમારી સામે આવી જશે. તમે આ ટિકિટને એપના Show Ticket વિકલ્પમાં જોઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ખેડૂતો સાથે સાથે ઉદ્યોગપતિઓને પણ મોટા પાયે નુકસાની

Vivek Radadiya

લો બોલો હવે જૂનાગઢમાંથી ઝડપાયો નકલી DYSP

Vivek Radadiya

શું પેટ્રોલના ભાવ ઘટશે? રશિયા બન્યુ ભારતનું ટોપનું ઓઈલ સપ્લાયર

Vivek Radadiya