ગૃહિણીઓને ડુંગળી રડાવી રહી છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે જ ગૃહિણીઓને ડુંગળી રડાવી રહી છે. ડુંગળીના ભાવમાં સતત વધારો ગૃહિણીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. છૂટક બજારમાં ડુંગળી પ્રતિ કિલો 60 થી 70 ભાવ બોલાઇ રહ્યો છે.
ગૃહિણીઓને ડુંગળી રડાવી રહી છે.
દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે જ ગૃહિણીઓને ડુંગળી રડાવી રહી છે. ડુંગળીના ભાવમાં સતત વધારો ગૃહિણીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. છૂટક બજારમાં ડુંગળી પ્રતિ કિલો 60થી 70 ભાવ બોલાઇ રહ્યો છે. આમ ખેડૂતો પાસેથી ખરીદ કરવામાં આવેલી ડુંગળી લોકોના ઘર સુધી પહોંચતા તેમાં 20થી 25 રૂપિયાનો વધારો થઈ તેમના ઘરે 60થી 80 રૂપિયામાં પહોંચે છે. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા હાલ ગૃહિણીઓ ડુંગળી લેવાનું ટાળી રહી છે. માત્ર હોટલ સંચાલકો તેમજ પાણીપુરીના વિક્રેતા જ ડુંગળીની ખરીદી કરી રહ્યા છે. મોટા વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ભાવ હજુ 100ને પાર પહોંચી શકે તેમ છે.
કહેવાય છે કે ડુંગળી વગર ગુજરાતી થાળી અધુરી ગણાય છે. કોઈપણ શાક હોય એમાં ડુંગળીનો ઉપયોગ થતો જ હોય છે. હવે આ ડુંગળી થાળીમાંથી ગાયબ થાય તો નવાઈ નહીં. કેમ કે, ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. હાલ ડુંગળીના પ્રતિ કિલોના ભાવ 60થી 80 રૂપિયા છે ત્યારે ગરીબોની કસ્તુરી ગણાતી આ ડુંગળી હાલ ગરીબોને જ રડાવતી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
ડુંગળીનો ઉપયોગ ગરીબમાં ગરીબ લોકો પણ સરળતાથી કરી શકતા હોય છે. જોકે હવે ડુંગળીના ભાવએ આસમાનને આંબી રહ્યા છે. થોડા દિવસ પહેલા ડુંગળી છૂટકમાં 20 રૂપિયા કિલો વેચાતી હતી. તે જ ડુંગળી હાલ 60થી 80 રૂપિયા કિલો વેચાઈ રહી છે.
ડુંગળીના સતત વધી રહેલા ભાવ પાછળનું કારણ ડુંગળીની આવક જવાબદાર હોવાનું ડુંગળીના વેપારીઓનું કહેવું હતું. રાજકોટમાં ડુંગળીની આવક ખાસ કરીને વાંકાનેર સહિતના આસપાસના જિલ્લાઓમાંથી થતી હોય છે. જોકે, મોટા પ્રમાણમાં આવક નાશિકથી થતી હોય છે. હાલ આ આવકમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. બીજી તરફ તહેવારો પણ નજીક આવી રહ્યા છે, ત્યારે આ તહેવારોમાં ડુંગળીનો ઉપયોગ પણ મોટા પ્રમાણમાં થતો હોય છે. ત્યારે આ ભાવ લોકો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે