Abhayam News
AbhayamGujarat

ટ્રકચાલકોની હડતાળને લઈ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ 

Onion auction closed in Bhavnagar due to truckers' strike

ટ્રકચાલકોની હડતાળને લઈ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ  Hit And Run New Law : ભારતીય ન્યાય સંહિતાના હિટ એન્ડ રન પર કરવામાં આવેલી નવી જોગવાઈનો હાલ ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ નવા નિયમ મુજબ જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે. જેને લઈ ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાળની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર થઈ છે. વિગતો મુજબ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ છે તો વડોદરામાં ટ્રક ચાલકોની હડતાળને લઈ અનાજનો જથ્થો અટવાય તેવી વેપારીઓને ચિંતા છે.

Onion auction closed in Bhavnagar due to truckers' strike

જોકે ટ્રક ચાલકોની હડતાળની સુરતમાં નહીવત અસર જોવા મળી છે. સુરતમાં પેટ્રોલ-ડીઝલનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ સામે આવ્યું છે. ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ છે. આ તરફ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે યાર્ડમાં ડુંગળી ન લાવવા સૂચના આપી હતી. જોકે હવે ડુંગળીની હરાજી ન થતા ખેડૂતો યાર્ડની ઓફિસે પહોંચ્યાં અને ડુંગળીની હરાજી ચાલુ કરવા યાર્ડના સેક્રેટરીને રજૂઆત કરી હતી.

ટ્રકચાલકોની હડતાળને લઈ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ 

વડોદરામાં વેપારીઓ ચિંતિત
આ તરફ ટ્રક ચાલકોની હડતાળને લઈ વડોદરામાં અનાજનો જથ્થો અટવાય તેવી વેપારીઓને ચિંતા છે. હાલમાં માલ પુરતા પ્રમાણમાં ન મળે તો હાલાકી થઈ શકે છે. હાથી ખાના અનાજ માર્કેટ પ્રમુખ નિમેષ મહેતાએ કહ્યું કે, હાલમાં વડોદરામાં હડતાળની અસર નથી. જોકે દેશમાં જે રીતે ટ્રકની લાઈન છે, તે ચિંતાનો વિષય છે. તેમને કહ્યું કે, હડતાળ લાંબી ચાલે તો રાજ્ય બહારથી આવતુ અનાજ અટકી શકે છે. ખાદ્ય સામગ્રીમાં કેટલિક ચીજ વસ્તુઓ બહારથી આવે છે તેથી હડતાળના કારણે બહારથી આવતા અનાજને અસર થશે. જોકે તેમને કહ્યું કે, સરકાર હડતાળ મુદ્દે વિચારણા કરે તેવી આશા છે.

Onion auction closed in Bhavnagar due to truckers' strike

રાજ્ય સહિત દેશભરમાં ચાલતી ટ્રક ચાલકોની હડતાળની સુરતમાં નહીવત અસર જોવા મળી છે. વિગતો મુજબ ડિલરોમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો અટવાવાની ચિંતા છે. પણ રાહતની વાત એ છે કે, સુરતમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આજે પણ પેટ્રોલ ડીઝલના ટેન્કર પંપ ખાતે પહોંચ્યા છે. 

ટ્રક ચાલકોની હડતાળથી પેટ્રોલ-ડિઝલનું પરિવહન અટક્યું હોવાની વાત વહેતી થવા મામલે હવે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે. વિગતો મુજબ પેટ્રોલ-ડીઝલ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું છે કે, અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. આ સાથે તેમને કહ્યું કે, હડતાળ વચ્ચે શહેર અને રાજ્યમાં ઇંધણનો જથ્થો નહિ ખૂટે જેથી શહેરીજનોને ઇંધણ બાબતે ચિંતા ન કરો.

શું છે નવો નિયમ કે જેનો થઈ રહ્યો છે વિરોધ ? 
હવે નવા નિયમ મુજબ જો કોઈ વાહનને ટક્કર મારે છે અને ડ્રાઈવર પોલીસ પ્રશાસનને જાણ કર્યા વિના સ્થળ પરથી ભાગી જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થશે અને દંડ પણ થશે. આ કાયદાને ખોટો ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હરિયાણા, દિલ્હી, યુપી, એમપી, બિહાર સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકોએ રસ્તા રોકી દીધા છે. ગૃહમંત્રી અમિત શાહ પાસે આ કાયદાની જોગવાઈઓને હળવી કરવાની માંગ છે. આ નિયમથી માત્ર ટ્રક ડ્રાઈવરો જ નહીં પરંતુ ટેક્સી અને ઓટો ડ્રાઈવરો પણ પરેશાન છે. તમને જણાવી દઈએ કે, આ કાયદો ખાનગી વાહન માલિકોને પણ સમાન રીતે લાગુ પડશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરત:-આમ આદમી પાર્ટીએ SMC ના પ્લોટ વેચવા મુદ્દે વિરોધ નોંધાવ્યો..

Abhayam

Kisan Credit Card:સસ્તા વ્યાજ દરે ખેડૂતેને મળે છે લોન

Vivek Radadiya

વાંકાનેરમાં બોગસ ટોલનાકામાં મોટો ઘટસ્ફોટ

Vivek Radadiya