- ગુજરાત હાઇકોર્ટે ફરી રાજ્ય સરકારનો ઉધડો લીધો
- દર્દીઓને એમ્બ્યુલન્સ માટે 48 કલાક રાહ જોવી પડી-HC
- આંકડામાં વિસંગતતાને લઈને સરકારે હાઈકોર્ટમાં માફી માગી
ગુજરાતમાં વધતાં કોરોના વાયરસના કેસ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં આજે પણ સુઓમોટો કેસ હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગઇકાલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સોગંધનામું દાખલ કરવામાં આવ્યું હતું ને રાજ્યમાં કોરોના વાયરસને રોકવા માટે શું શું કામ કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે માહિતી આપવામાં આવી હતી ત્યારે આજે હાઇકોર્ટમાં અમદાવાદની ઍમ્બ્યુલન્સનો મુદ્દો પણ ઉછળ્યો હતો.
હાઇકોર્ટે AMCને પણ ખખડાવી, AMC શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?-HC
નોંધનીય છે કે અમદાવાદમાં દર્દીઓને સારવાર માટે બેડ નથી મળી રહ્યા ત્યારે આજે સુનાવણીમાં હાઇકોર્ટે રિયલ ટાઈમ બેડ અવેબિલીટી મામલે AMCના વકીલને ખખડાવ્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે હોસ્પિટલ આગળ બોર્ડ લગાવવાથી કંઈ નહીં થાય, દર્દીઓને એક હોસ્પિટલતી બીજી હોસ્પિટલ ભટકતા ન છોડી શકાય. જો અન્ય કોર્પોરેશન કરી શકે તો AMC કેમ ન કરી શકે? AMC શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?.
રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન ન સ્થાપી શકે?-HC
આ સિવાય રેમડેસિવિર ઈંજેક્શન તથા ઑક્સીજન મુદ્દે પણ હાઇકોર્ટે રાજ્ય સરકારથી વિવિધ સવાલો કર્યા હતા. હાઇકોર્ટે પૂછ્યું કે માગ પ્રમાણે રેમડેસિવિર ઈન્જેક્શન કેમ નથી અપાતા? ઓક્સિજન પ્લાન્ટ કેન્દ્ર સરકારના ફંડમાંથી બની રહ્યા છે પણ રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન ન સ્થાપી શકે? જેના પર AG કમલ ત્રિવેદીએ જવાબ આપ્યો કે ઓક્સિજન પ્લાન્ટ માટે રો-મટીરિયલ ભારતમાં ઉપલબ્ધ નથી અને રો મટીરિયલ વિદેશથી આયાત કરવું પડે છે જેમાં આયાત માટે 2થી 3 મહિનાનો સમય લાગે છે. રાજ્ય સરકારનું 32 ઓક્સિજન પ્લાન્ટ બનાવવું પ્લાનિંગ છે.