Abhayam News
AbhayamNews

ટેબલેટ મુદે સરકાર ને ફરી મળી આંદોલનની ચીમકી.

  • ટેબલેટ નહીં અપાતા વિવાદ:
  • પ્રોફેશનલ કોર્સના સ્ટુડન્ટ્સ બે વર્ષથી યુનિવર્સિટીના ધક્કા ખાય છે.
  • ટેબલેટ નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી.

રાજ્યભરની વિવિધ પ્રોફેશનલ કોર્સીસની કોલેજોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને ટેબલેટ ન અપાતા તેઓ કફોડી હાલતમાં મૂકાયા છે.

શિક્ષણ વિભાગ હસ્તકના કેસીજી (નોલેજ કોન્સેર્ટિયમ ઓફ ગુજરાત) તરફથી હજી સુધી અસંખ્ય વિદ્યાર્થીઓને ટેબલેટ ન અપાતા સ્વ-નિર્ભર ડિપ્લોમા કોલેજીસ એસોસિએશને રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરી ચીમકી ઉચ્ચારી છે કે સત્વરે ટેબલેટ નહીં અપાય તો ગાંઘીચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

સ્વનિર્ભર ડિપ્લોમા ઈજનેરી એેસોસિએશનના અગ્રણી જિતુ ઉપાધ્યાયે જણાવ્યું છે કે,‘શૈક્ષણિક વર્ષ 19-20માં ગુજરાતમાં વિવિધ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવનારા હજારો વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારની ટેબલેટ યોજના હેઠળ રૂ.1000માં ટેબલેટ દીઠ ભર્યા હતા.

છેલ્લાં બે વર્ષથી સંસ્થા, યુનિવર્સિટી અને કેસીજી ખાતે વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે, છતાં તેઓ ટેબલેટથી વંચિત છે. આવા હજારો વિદ્યાર્થીઓના કરોડો રૂપિયા સરકારી ખાતામાં જમા પડેલા છે.’

સેલ્ફ ફાઈનાન્સ ડિપ્લોમા ઈજનેરી એસોસિએશનના પદાધિકારીઓએ લેખિતમાં જણાવ્યું હતંુ કે,‘અમારી સાથે જોડાયેલ સંસ્થાના હાલના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ 2 વર્ષથી ટેબલેટ ન મળતાં માથાકૂટ કરે છે.

આપને અમારી નમ્ર વિનંતી છે કે આપના દ્વારા 15 દિવસમાં વિવિધ પ્રોફેશનલ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબલેટ અથવા તેમણે ભરેલા પૈસા વ્યાજ સાથે આપવામાં આવે, જો નહીં આવે તો વિદ્યાર્થીઓને ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલનની ફરજ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સાવચેત:-Paytmમાં શરુ થયા ઠગાઈના ખેલ, લાખો લોકો બન્યા છેતરપિંડીના શિકાર…

Abhayam

AMC એ શાળાઓને લઈ લીધો મહત્વનો નિર્ણય..

Abhayam

મેચ બાદ વિરાટ કોહલીએ કેમ માંગી રવીન્દ્ર જાડેજાની માફી, K L રાહુલે સંભળાવી સેન્ચુરીની આખી કહાની

Vivek Radadiya