Abhayam News
Abhayam

હવે નહીં આવે ઓવરસ્પીડનો મેમો!

No more overspeed memo!

હવે નહીં આવે ઓવરસ્પીડનો મેમો! માર્ગ સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને સ્પીડ લિમિટનું પાલન કરવામાં ડ્રાઈવરોની મદદ માટે, ગૂગલ મેપ્સે તાજેતરમાં જ એક નવુ ફીચર લોન્ચ કર્યુ છે. જે ગ્લોબલ લેવલ પર માર્ગ માટે રિયલ ટાઈમ લિમિટની જાણકારી બતાવશે.

આ અપડેટનો હેતુ ડ્રાઈવરોને સ્પીડ અને અન્ય સંબંધિત જાણકારી આપવાનો છે, ખાસ કરીને પડકારપૂર્ણ પરિસ્થિતિઓમાં જેમ કે મોસમના કારણે ઓછી વિઝિબિલિટી કે વિભિન્ન વિસ્તારોમાં અજાણ્યા પરિવહન નિયમોની જાણકારી સામેલ છે.

No more overspeed memo!

હવે નહીં આવે ઓવરસ્પીડનો મેમો!

શા માટે છે ફાયદાકારક

નેશનલ હાઈવેથી સ્થાનિક રસ્તા પર જવા પર થનાર સ્પીડ લિમિટને લોકો જલ્દી સમજી શકતા નથી, જેના કારણે અજાણતા અતિ સ્પીડથી વાહન ચલાવવાથી મેમો આવી જાય છે. ખાસ કરીને રાતના સમયે કે ખરાબ હવામાનની સ્થિતિમાં માર્ગ પર લાગેલા સાઈન બોર્ડ દેખાતા નથી, જેનાથી રસ્તાની સાચી સ્પીડ લિમિટની જાણકારી મળી શકતી નથી. તેથી ડ્રાઈવરોની મદદ કરવા અને ડ્રાઈવરોને શ્રેષ્ઠ સુરક્ષા અને નેવિગેશન મદદ માટે, ગૂગલ મેપ્સે સ્પીડોમીટર ફીચર લોન્ચ રજૂ કર્યુ છે જે સમગ્ર દુનિયામાં માર્ગ માટે રિયલ ટાઈમ સ્પીડ લિમિટની જાણકારી આપશે. આ સુવિધા હાલ માત્ર એન્ડ્રોયડ ફોન પર જ ઉપલબ્ધ છે.

No more overspeed memo!

આ રીતે ગૂગલ મેપમાં સ્પીડોમીટર એનેબલ કરો

1. સૌથી પહેલા પોતાના એન્ડ્રોયડ ડિવાઈસ પર, ગૂગલ મેપ એપ ઓપન કરો.

2. ગૂગલ મેપ એપની ઉપર જમણી બાજુમાં ખૂણામાં, તમે પોતાના પ્રોફાઈલ ફોટો કે નામની પહેલાના અક્ષર પર ટેપ કરો. 

3. ડ્રોપ-ડાઉન મેનૂમાં, સેટિંગ્સ પસંદ કરો. તેનાથી સેટિંગ્સ મેનૂ ખુલી જશે. ત્યાંથી આગળ વધવા માટે નેવિગેશન સેટિંગ્સ પસંદ કરો.

4. એક વખત જ્યારે તમે નેવિગેશન સેટિંગમાં પહોંચી જાવ તો ડ્રાઈવિંગ વિકલ્પ લેબલ વાળુ સેક્શન જુઓ. ત્યાં તમારા ડ્રાઈવિંગ એક્સપીરિયન્સ સંબંધિત વિભિન્ન સુવિધાઓ જોવા મળશે. 

5. ડ્રાઈવિંગ વિકલ્પ અંતર્ગત, તમને સ્પીડોમીટર માટે ટોગલ સ્વિચ મળશે. સ્પીડોમીટરને ઈનેબલ કરવા અને પોતાની ડ્રાઈવિંગ સ્પીડ પર રિયલ ટાઈમ જાણકારી મેળવવા માટે સ્વિચને ઓન કરો.

એક વખત જ્યારે તમે સ્પીડોમીટર સેટ કરી લો છો તો આ ગૂગલ મેપની સાથે નેવિગેટ કરતી વખતે તમારી જીપીએસ સ્પીડ બતાવશે

સત્તાવાર બ્લોગ પોસ્ટ અનુસાર ગૂગલ મેપ્સનું સ્પીડોમીટર સ્ટ્રીટ વ્યૂ ઈમેજરી અને થર્ડ-પાર્ટી ઈમેજરીથી સ્પીડ લિમિટની ઓળખ કરવા માટે AI નો ઉપયોગ કરીને સ્પીડને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. આ એઆઈ મોડલ દુનિયાભરના સેંકડો પ્રકારના સંકેતો માટે ટ્રેઈન કરવામાં આવ્યુ છે જેથી એ નક્કી કરી શકાય કે સંકેત અલગ દેખાવા પર પણ આ સ્પીડ લિમિટની જાણ થઈ શકે.

એક વખત જ્યારે એઆઈ મોડલ એક સંકેતની ઓળખ કરી લે છે તો આ ઈમેજથી જીપીએસ જાણકારીનો ઉપયોગ કરીને તેને તેના ચોક્કસ ભૌગોલિક સ્થળને મિલાવે છે જેથી યૂઝરને સ્પીડ લિમિટની સાથે અપડેટ કરવામાં આવી શકે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

લે-ભાગુ વેપારીઓ પાસે થી મજુરી ના પૈસા પરત મળે એ બાબતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને રજુઆત કરાઈ

Abhayam

ગૌણ સેવા પસંદગી મંડળે ઓનલાઈન પરીક્ષાનું કામ TCS કંપનીને સોંપ્યું 

Vivek Radadiya

અમેરિકાનું સૌથી મોટું મંદિર અક્ષરધામ

Vivek Radadiya