હિંદુઓને લઇને નીતિન પટેલએ જણાવ્યું છે Nitin Patel statement: મહેસાણાના કડીમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનું અમિત શાહને લઇ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વૈષ્ણવ સમાજે ભારતને સિંહ આપ્યો છે તેમજ નરેન્દ્ર મોદીનો આ સિંહ જમણો હાથ છે. વધુમાં કહ્યું કે, અમિતભાઇ શાહ અમારા પટેલ સમાજના વેવાઇ પણ છે
હિંદુઓને લઇને નીતિન પટેલએ જણાવ્યું છે
હિંદુઓને લઇને પણ નીતિન પટેલએ નિવેદન આપ્યું છે કે, હિંદુઓમાં એકતા ઓછી છે અને જ્ઞાતિવાદ વધુ છે. આપણે હિંદુઓના નામથી એક થવાની જરૂર છે. વધુમાં કહ્યું કે, દરેક સમાજમાં છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ઓછી છે. કડી ખાતે સમસ્ત વૈષ્ણવ સમાજનો જીવનસાથી પસંદગી મેળામાં નીતિન પટેલના આ નિવેદનથી અનેક અટકળો જાગી છે.
અગાઉ રાજકાણ મુદ્દે નિવેદન આપ્યું હતું
અગાઉ રાજકણ મુદ્દે નીતિન પટેલ જણાવ્યું હતું કે, હું આ કક્ષાએ ત્યારે પહોંચી શક્યો જ્યારે તમારા જેવા હજારો લોકોએ મને મદદ કરી ત્યારે હું અહીંયા પહોંચી શક્યો છું. એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણામાં છે.નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમારા રાજકારણમાં શુ હોય છે કે, હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે બીજા કોઈ ને દેખાવા ન દેવાના એવી પદ્ધતિ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે