સુખદેવ સિંહ ગોગામેડીનો મુખ્ય હત્યારો નીતિન ફૌજી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીનો મુખ્ય હત્યારો નીતિન ફૌજી રાજસ્થાનનો જમાઈ નીકળ્યો છે. નીતિન ફૌજીનું સાસરું અલવરનું બેહરોદ ગામ છે અને તે અલવરમાં આર્મીમાં તહેનાત હતો. સુખદેવસિંહ ગોગામેડીની 5 ડિસેમ્બરે જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં બે શૂટરોની ઓળખ કરી લીધી છે. જેમાં એક શૂટર રોહિત મકરાણાનો રહેવાસી છે જ્યારે બીજો હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે જેનું નામ નીતિન છે. નીતિન સેનામાં એક સૈનિક છે, જેણે સુખદેવની ખોપરીમાં ગોળી મારી હતી. એવું કહેવાય છે કે તેણે હત્યા કરવા માટે નવેમ્બરમાં સેનામાંથી રજા લીધી હતી.
કોણ છે નીતિન ફોજી
આર્મી શૂટર નીતિન હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના દોગડા ગામનો રહેવાસી છે. તેની પત્ની રાજસ્થાનના અલવર જિલ્લાની નજીક આવેલા બેહરોદની છે અને આ દિવસોમાં તે યુવાનીમાં છે. નીતિન ફૌજીનો એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં તે આર્મી યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે નીતિન હાલમાં જ 9મી નવેમ્બરે આર્મીમાંથી રજા લઈને ઘરે પરત ફર્યો હતો. પરંતુ તે થોડા દિવસ રહ્યા પછી ગાયબ થઈ ગયો.
નીતિનના પિતા પણ નિવૃત્ત સૈનિક
જ્યારે મીડિયા આરોપીના પિતા કૃષ્ણ કુમાર પાસે પહોંચ્યું તો તેમણે કહ્યું કે તેમનો પુત્ર નીતિન બાઇક રિપેર કરાવવા ગયો હતો પરંતુ હજુ સુધી પાછો આવ્યો નથી… હવે કેટલાક લોકો કહી રહ્યા છે કે તેણે કોઈની હત્યા કરી છે. પરંતુ અમારી પાસે આ મામલે કોઈ માહિતી નથી. ઉલ્લેખનીય છે કે નીતિનના પિતા કૃષ્ણ કુમાર પણ એક રિટાયર્ડ આર્મી મેન છે. પરંતુ આ ઘટનાની જાણ થતાં સમગ્ર પરિવાર પરેશાન છે. નીતિન ફૌજી 19 જાટ બટાલિયનમાં પોસ્ટેડ છે તેમનું પોસ્ટિંગ રાજસ્થાનના અલવર જિલ્લામાં હતું. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા.
નીતિને સુખદેવની ખોપડીમાં ગોળીઓ મારી
નવીન શેખાવત સાથે આવેલા નીતિન ફૌજી અને રોહિત રાઠોડ લગ્નની કંકોત્રી આપવા સુખદેવ ગોગામેડીના ઘેર આવ્યાં હતા અને બન્નેએ ચા નાસ્તો કર્યાં બાદ તેમની પર ફાયરિંગ કર્યું હતું. સૌથી પહેલા નીતિને સુખદેવની ખોપડીમાં ગોળીઓ ઘુસાડી હતી.
શું બન્યું હતું ગઈ કાલે
રાજસ્થાાનમાં નવી સરકારની રચનાના મનોમંથનની વચ્ચે જ એક મોટી હત્યાથી સનસનાટી મચી હતી. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની રાજધાની જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કારમાં આવેલા બે શૂટર રોહિત રાઠોડ અને નીતિન ફોજીએ મળવાને બહાને ઘરમાં ઘુસીને સુખદેવને ગોળીઓથી ઉડાવી દીધાં હતા. નવીન શેખાવત નામનો કાપડનો વેપાર કરતો યુવાન આ બન્ને શૂટરોને સુખદેવના ઘેર લાવ્યો હતો. ત્રણેય જણા સુખદેવના ઘરના લિવિંગ રુમમાં સાથે ચા પીવા બેઠા હતા, 10 મિનિટ બાદ રોહિત અને નીતિને પિસ્તોલથી ગોળીબાર કરીને સુખદેવ અને નવીનને ઠાર માર્યાં હતા.
Nitin Fauji, the main killer of Sukhdev Singh Gogamedi
રોહિત-નીતિનના માથે 5-5 લાખનું ઈનામ
રાજસ્થાન પોલીસે બન્ને હત્યારા રોહિત અને નીતિનને માથે 5-5 લાખનું ઈનામ જાહેર કર્યું છે. બન્ને હાલમાં ફરાર છે અને તેમને શોધવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે