નિફ્ટી સપ્ટેમ્બર બાદ પહેલી વાર 20000 ને પાર જો નિફ્ટીની વાત કરીએ તો 86.85 પોઈન્ટના વધારા સાથે 19,976 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ શરૂ થયાના 1 કલાકમાં જ 116.10 પોઈન્ટના વધારા સાથે 20,000 ને પાર પહોચ્યો હતો. સેન્સેક્સ 387 પોઈન્ટ વધીને 66,561 ના સ્તર પર જોવા મળ્યો હતો. નિફ્ટી અને સેન્સેક્સ બંને અનુક્રમે 20,000 અને 66,500 ના લેવલને પાર કરી ગયા છે.
ભારતીય શેરબજારમાં આજે પણ તેજી જોવા મળી છે. સેન્સેક્સ 200 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 20,000 ની ઉપર છે. ટ્રેડિંગ શરૂ થયાના થોડા સમયમાં જ નિફ્ટીએ ફરી એક 20 હજારની મહત્વપૂર્ણ સપાટી હાંસલ કરી. સેન્સેક્સ પણ 66,500 ની ઉપર જોવા મળ્યો હતો. શેરબજારની શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સ 207 પોઈન્ટ અથવા 0.31 ટકાના ઉછાળા સાથે 66,381 પર ખુલ્યો હતો.
નિફ્ટી 116.10 પોઈન્ટના વધારા સાથે 20,000 ને પાર
જો નિફ્ટીની વાત કરીએ તો 86.85 પોઈન્ટના વધારા સાથે 19,976 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ શરૂ થયાના 1 કલાકમાં જ 116.10 પોઈન્ટના વધારા સાથે 20,000 ને પાર પહોચ્યો હતો. સેન્સેક્સ 387 પોઈન્ટ વધીને 66,561 ના સ્તર પર જોવા મળ્યો હતો. નિફ્ટી અને સેન્સેક્સ બંને અનુક્રમે 20,000 અને 66,500 ના લેવલને પાર કરી ગયા છે.
સેન્સેક્સના 28 શેરમાં તેજી
સેન્સેક્સના 30 સ્ટોકમાંથી 28 માં તેજી જોવા મળી હતી. નેસ્લે અને ITC ના શેર 0.15 ટકા ડાઉન છે. ટોપ ગેઈનર્સની જો વાત કરવામાં આવે તો વિપ્રો 2.10 ટકા અને ટેક મહિન્દ્રા 2.06 ટકા ઉપર ટ્રેડ થયો હતો. M&M ના શેર 2.04 ટકા અને ભારતી એરટેલ 1.17 ટકા વધ્યા હતા. HCL ટેકમાં 1.15 ટકાની મજબૂતી જોવા મળી.
નિફ્ટી શેરોમાં પણ તેજી જોવા મળી
નિફ્ટીના 50 માંથી 43 શેરમાં તેજી જોવા મળી હતી, જ્યારે 7 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. વિપ્રો 2.68 ટકા અને હીરો મોટોકોર્પ 2.44 ટકા ઉપર ચાલી રહ્યા છે. ટેક મહિન્દ્રા 2.20 ટકા, M&M 2.13 ટકા અને HCL ટેકના શેરમાં 1.34 ટકાનો વધારો જોવા મળ્યો.
બજારમાં સૌથી વધુ ઉછાળો મેટલ, ઓટો અને જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં જોવા મળ્યો હતો. નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેર 1.25 ટકાના વધારા સાથે ટોપ ગેઈનર રહ્યો. જેના કારણે મંગળવારે BSE સેન્સેક્સ 200 પોઈન્ટ મજબૂત થઈને 66,174ના સ્તરે બંધ થયો હતો.
આજે બુધવારે પણ અદાણી ગૃપની કંપનીઓમાં ખરીદી સાથે કારોબારની શરૂઆત થઈ. શરૂઆતમાં અદાણી ટોટલ ગેસ 11.8 ટકા અને અદાણી એનર્જી સોલ્યુશન્સ 4.1 ટકા સુધી વધ્યા હતા. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ 2 ટકા કરતા વધુ તેજી દર્શાવી રહી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે