જયપુરમાં આજે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમની જાહેરાત બાદ હવે દરેક લોકોની નજર રાજસ્થાન પર છે. આજે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે જેમાં રાજસ્થાનના આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ શકે છે. આ બેઠકમાં પાર્ટીના નિરીક્ષક રાજનાથ સિંહ પણ ભાગ લેશે. પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે, મંગળવારે સાંજે 4 વાગ્યે જયપુરના બીજેપી પ્રદેશ કાર્યાલયમાં ભાજપ વિધાનમંડળની બેઠક બોલાવવામાં આવી છે અને તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભ્ય દળની બેઠકમાં ફરજીયાત હાજર રહેવા સૂચના પણ આપવામાં આવી છે.
નોંધનીય છે કે રાજસ્થાનમાં વસુંધરા રાજે, બાબા બાલકનાથ અને અન્ય નામો સીએમ પદ માટે ચર્ચામાં છે, પરંતુ જે રીતે પાર્ટીએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સીએમનું નામ નક્કી કરીને લોકોને ચોંકાવી દીધા હતા, રાજસ્થાનમાં પણ એવી જ શક્યતા દેખાઈ રહી છે. શક્ય છે કે પાર્ટી નવા ચહેરા પર દાવ લગાવે, આ માટે જ આજે સાંજે યોજાનારી ધારાસભ્ય દળની બેઠકની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જયપુરમાં આજે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે
તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભાજપે બહુમતી સાથે જીત મેળવી હતી. આ બંને રાજ્યોમાં મુખ્યમંત્રીને લઈને પણ મુશ્કેલી સર્જાઈ હતી. અહીં ભાજપે મુખ્યમંત્રી પદને લઈને થઈ રહેલા દાવાઓથી અલગ નિર્ણય લીધો છે. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈને મુખ્યમંત્રી બનાવ્યા અને મધ્યપ્રદેશમાં ભાજપે મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા. હવે રાજકીય નિષ્ણાતો રાજસ્થાનને લઈને શંકાના દાયરામાં છે. તેમને લાગે છે કે રાજસ્થાનમાં પણ ભાજપ CM તરીકે આવું આશ્ચર્યજનક નામ લાવશે જેનું નામ સંભવિત ઉમેદવારોમાં પણ નહીં હોય.
આજે બપોરે 12 વાગ્યાથી કરીને ચાર વાગ્યા સુધી રાજનાથ સિંહ ભપના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે મુલાકાત કરશે. જે બાદ ભાજપના રાજસ્થાન નિરીક્ષક રાજનાથ સિંહ સાંજે 4 થી 6:30 દરમિયાન ધારાસભ્ય દળની બેઠક યોજશે. આ બેઠકમાં જ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે